- PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી : DGP
- તરલ ભટ્ટની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી: DGP
- કેસમાં સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ : DGP
જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ PIની છેલ્લા ઘણા સમયથી શોધખોળ હાથ ધરી છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી છે. આ મામલે સૌથી મહત્વની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે DGP દ્વારા તપાસ ટીમની સમીક્ષા કરવામાં આવી છે.
આ અંગે DGP વિકાસ સહાય ATS કચેરીએ પહોંચ્યા બાદ જણાવ્યું કે, PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કેસમાં સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કેવી રીતે કરવામાં આવી ?
જૂનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં આરોપી PI તરલ ભટ્ટ અન્ય રાજ્યમાં છુપાયો હતો. આ દરમિયાન 5 દિવસમાં 2 રાજ્યોમાં છુપાયો હતો. જેમાં ગુજરાત છોડ્યા બાદ શ્રીનાથજીમાં રોકાયો હતો. બે દિવસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં રોકાયો હતો. ગાડી નંબર અને માહિતી મળ્યા બાદ ઝડપી પાડ્યો હતો આ માટે કાર્તિક ભંડારીનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું છે.
અગાઉ ઘરની તપાસ કરવામાં આવી હતી
જ્યારે અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવા અંગે પણ માહિતી સામે આવી છે. તરલ ભટ્ટની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની સંભાવના છે. તેમજ અન્ય 2 આરોપીઓની એટીએસ શોધખોળ કરી રહી છે. ગઈકાલે પોલીસે તરલ ભટ્ટના નિવાસ સ્થાને એટીએસે તપાસ કરી હતી. જે પછી તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમે તપાસ કરી હતી. દોઢ કલાક ચાલેલી આ તપસમાં પરિવાર સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે તરલ ભટ્ટનું ઘર પિતાના નામે હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવવામાં આવી છે. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદીત ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું હતું. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. જે બાદથી તરલ ભટ્ટ અને PI ગોહેલની શોધખોળ શરૂ કરી છે.









