બરવાળા તાલુકાના ભીમનાથ ગામ નજીક બરવાળા-ધંધુકા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. બોટાદથી અમદાવાદના કૃષ્ણનગર જતી સરકારી એસ.ટી. બસે દૂધ ભરવા જતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતનો ભોગ બનનાર અણીયાળી ગામના રહેવાસી ભાવેશભાઈ ઓઘડભાઈ ભાટીયા છે. તેઓ હીરો બાઈક પર દૂધ ભરવા જઈ રહ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મુદે બરવાળા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









