ધનસુરા પોલીસને પેટ્રોલિંગમાં વડવાસા પાસેથી બાઈકમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. એથી પોલીસે નાકાબંધી કરી વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
ત્યારે બાતમી મળ્યા મુજબની બાઈક આવતા તેને અટકાવી તલાશી લેતા સીટ નીચે ચોરખાનુ જોવા મળ્યું હતું અને તેમાંથી180 મીલીના કાચની બોટલના ક્વાર્ટર નંગ-74 કિંમત રૂ.7.400, મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂ.1, 000 અને બાઈક કિંમત રૂ. 20,000 મળી કુલ મુદમાલ રૂ. 28,400નો જપ્ત કરી આરોપી મોઈન નયાઝ મહોમદ મનસુરી(ઉ.વ.31)ને ઝડપી લઈ જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.










