• કોમનવેલ્થ - 2022 પછી વધુ એક ઈન્ટરનેશનલ ગેમ્સ ગુજરાતમાં આવશે

  • સ્વિમિંગ, સાઈકલિંગ અને મેરેથોનના ઈન્ટરનેશનલ સ્પર્ધકો માટે કાયમી ડેસ્ટિનેશન બનશે
  • આયર્નમેન ટ્રાયથ્લોન કમ્પિટિશન એ સ્વીમિંગ, સાઈકલિંગ અને મેરેથોન એમ ત્રણેય સ્પર્ધાનું આયોજન

વર્ષ 2022ના અંતે રાજ્યમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ બાદ વધુ એક ઈન્ટરનેશનલ ગેમ્સનું આયોજન વર્ષના અંતે અથવા વર્ષ 2025ના આરંભે થાય તો નવાઈ નહી. અંબાજી- તારંગા વચ્ચે આવેલા ધરોઈ ડેમ સાઈટને રાજ્ય સરકાર આગામી એક દાયકામાં ભારતમા આઉટડોર એડવેન્ચર સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ડેવલપ કરવા માટે આગળ વધી રહી છે તેવામાં આયર્નમેન ટ્રાયથ્લોન કમ્પિટિશનના આયોજકોએ આ સ્થળે ઈવેન્ટ યોજવા પ્રસ્તાવ મૂક્યો છે. જેના ઉપર પ્રવાસન વિભાગે વિચારણા શરૂ કરી છે.

આયર્નમેન ટ્રાયથ્લોન કમ્પિટિશન એ સ્વીમિંગ, સાઈકલિંગ અને મેરેથોન એમ ત્રણેય સ્પર્ધાનું એક સાથે આયોજનનું સ્વરૂપ છે. ઈન્ટરનેશનલ સ્તરે વિશ્વના અનેક દેશોમાં આ કોમ્પિટિશન વર્ષમાં અનેક વખત યોજાય છે. ગુજરાતમાં મળેલા આયોજન અંગેના પ્રસ્તાવ સંદર્ભે પ્રવાસન વિભાગના અધિકારીએ કહ્યુ કે, વિશ્વમાં 1500થી વધુ સ્થળે આ સ્પર્ધા અવિરતપણે યોજાય છે. ધરોઈ ડેમ સાઈડ ઉપર ટ્રાયથ્લોન કોમ્પિટિશન માટે અનિવાર્ય હોય એવી તમામ ફેસેલિટી ઉપલબ્ધ છે. ટ્રાયથ્લોન માટે 3.9 કિલોમીટરની સ્વીમિંગ રેન્જ માટે વોટરબોડી જોઈએ જે ડેમ હોવાથી અનુકુળ છે. જ્યારે 180 કિલોમીટરની સાઈકલિંગ માટે પણ પહોળા રસ્તાનું નેટવર્ક પણ આસપાસ ઉપલબ્ધ છે. તેવી જ રીતે 42 કિલોમીટરની મેરેથોન માટે પણ અનુકૂળ માર્ગો હયાત છે. આથી આયોજકોએ ધરોઈ ડેમ સાઈટ પર પસંદગી ઉતારી છે. જે ભવિષ્યમાં કાયમી ધોરણે આયર્નમેન ટ્રાયથ્લોન કોમ્પિટિશનનું ડેસ્ટિનેશન તરીકે ઉભરી શકે છે.

ત્રણ દિવસની કોમ્પિટિશન પણ 30 દિવસનો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ

ભારતમાં આ વર્ષે ગોવામાં આયર્નમેન ટ્રાયથ્લોન કોમ્પિટિશન યોજાઈ રહી છે. પરંતુ, ગોવા કરતા પણ ગુજરાતમાં ઓછા ખર્ચે વધુ વ્યવસ્થાઓની સાથે તેનું આયોજન થઈ શકે તેમ છે. આ ઈવેન્ટમાં વિશ્વભરમાંથી એથલેટ પોતાના ખર્ચે આવે છે. ત્રણ દિવસની આ ઈન્વેટ હોય છે. પરંતુ, રાજ્યમા પહેલીવાર આયોજનનો પ્રસ્તાવ હોવાથી સ્થાનિક એથલેટને પ્રોત્સાહન મળે તે માટે ધરોઈ ડેમ સાઈટ પર 30 દિવસનો સ્પોર્ટ્સ ફેસ્ટિવલની વિચારણા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

ત્રણ કેટેગરીમાં રેસનું આયોજન

પ્રોફેશનલ્સ એથ્લેટ્સ : 15 કી.મી. સ્વીમિંગ + 60 કિ.મી. સાઈકલિંગ + 15 કી.મી. રન

નવોદિત એથ્લેટ્સ : 0.5થી 2.5 કિ.મી. સ્વીમિંગ + 20 કિ.મી. સાઈકલિંગ + 5 કિ.મી. રન

14 વર્ષના કિશોર માટે : 3થી 7 કિ.મી. સાઈકલિંગ + 1- 2 અને પાંચ કિ.મી. રન

  • Follow us on: