ધોલેરા પોલીસ દ્વારા પીપળી ભાવનગર હાઇવે પર ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ સાથે 1 આરોપીની અટકાયત કરી છે જ્યારે અન્ય 1 આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે.
ધોલેરા પીઆઇ પી. ડી. જાની, પોલીસ સ્ટાફ્ના વિન્ઝાભાઈ, પ્રદ્યુમ્નસિંહ, મહિપાલસિંહ, પૃથ્વીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, ચંદ્રેશભાઈ અને સુરેશભાઈની ટીમને મળેલી બાતમીને આધારે પીપળી તરફ્થી ભાવનગર જઈ રહેલા ટ્રકને ઉભો રાખી તેની તપાસ કરતા ટ્રકમાંથી 248 બોટલ વિદેશી દારૂ તથા 48 બોટલ બિયર મળી આવ્યું હતું પોલીસે આ ગુનામાં ઈરફાન કબરીયા (રહે ભાવનગર)ની અટકાયત કરી હતી તો પરાક્રમસિંહ ગોહિલ (રહે.ભડલી તા.શિહોર)ને વોન્ટેડ જાહેર કરી ટ્રક, દારૂ, મોબાઈલ સાથે રૂ.12.13 લાખ નો મુદામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










