ધોળકાના કલિકુંડ વિસ્તારમાં સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોઠ સીટની યોજાયેલી ચૂંટણીની મત ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં કોઠ જિલ્લા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવાર કલ્પેશ જગદીશચંદ્ર સોલંકીને 8811 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના પ્રવીણભાઈ આલાભાઈ જાદવને 2932 મત મળ્યા છે.


જયારે આપના સુરેશભાઈ ગણેશભાઈ મકવાણાને 198 મત મળ્યા છે. જયારે નોટામાં 187 મત પડયા છે. આમ કોઠ જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપનાં ઉમેદવાર કલ્પેશ જગદીશચંદ્ર સોલંકી વિજેતા થયા છે. જયારે કોઠ તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ દશરથસિંહ વાઘેલાને 1919 મત મળ્યા છે. કોંગ્રેસના સંદીપ વલ્લભભાઈ દંતેલિયાને 1262 મત મળ્યા છે અને નોટામાં 52 મત પડયા છે. આમ કોઠ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ દશરથસિંહ વાઘેલા વિજેતા થયા છે. બંને બેઠક પર ભાજપનો જવલંત વિજય થતાં ધોળકા ખાતે ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના આગેવાનો, કાર્યકરોની હાજરીમા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.આ તકે મહેન્દ્રસિંહ મંડોરા, પ્રવિણસિંહ ડાભી, દેવેશભાઈ પટેલ, ભરતસિંહ વેગડ, રાજુભાઈ જોશી, અશોકભાઈ મકવાણા સહિત કોઠ સીટના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


  • Follow us on: