ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળામાં તા. 19મીએ 118મા સ્થાપના દિવસની ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળકોએ ઉત્સાહભેર કેક કાપીને ઉજવણીની શરૂઆત કરી હતી.


કાર્યક્રમમાં ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકાર, તાલુકા સદસ્ય, ઉપસરપંચ અને એસએમસી અધ્યક્ષ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત અને શાળા ગૌરવગાન રજૂ કર્યા હતા. આ ઉપરાંત ઇંગોલી શાળાને ગ્રીન શાળા બનાવવા કેડીલા ફર્માસ્યુટિકલ્સ દ્વારા શાળાના 118 વર્ષની ઉજવણી નિમિત્તે એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ હેઠળ 118 રોપા ભેટ આપ્યા હતા. આ તકે શાળાના આચાર્ય ધર્માંશુ પ્રજાપતિએ શાળાનો ઇતિહાસ અને ઉપલબ્ધિઓની માહિતી આપી હતી. ચંદ્રકાંતભાઈ મીરાણીએ તિથિભોજનનું દાન કર્યું હતું. કાર્યક્રમનું સમાપન મહેમાનો દ્વારા વૃક્ષારોપણ અને બાળકોને નાસ્તો કરાવીને કરવામાં આવ્યું હતું.


  • Follow us on: