રત્ન કલાકારોને લઈને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. હિરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને રત્ન કલાકારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી હિરા ઉદ્યોગની ચમક પાછી લાવવા સરકારે મોટી જાહેરાત કરી છે. રત્ન કલાકારોને સહાય પેકેજની જાહેરાત કરી છે.  રાજ્ય સરકારે પેકેજ જાહેર કરતા રત્નકલાકારો અને હિરાઉદ્યોગ માટે રાહત મળી છે. રાહત પેકેજને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે . cm સાથેની 74 દિવસ બેઠક બાદ પેકેજ જાહેર કરાયું છે. જેના લીધે રત્નકલાકારોને ફાયદો થશે. રત્નકલાકારો માટેના પેકેજને રત્નકલાકારોએ આવકાર્યું છે. લોન ઉપર 9 %ની 3 વર્ષ સુધીની સહાય કરવામાં આવશે.


[[$googlead]]

રાહત પેકેજમાં કેવી કરાઈ જાહેરાત

  1. રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી સરકાર ચૂકવશે
  2. ઇલેક્ટ્રીસીટી ડ્યુટીમાં એક વર્ષની રાહત અપાઇ
  3. એક વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ જાહેર
  4. રત્નકલાકારોના બાળકોને એક વર્ષ માટે મફત શિક્ષણ
  5. 13500 રૂપિયા સુધીની શિક્ષણ ફી સરકાર ચૂકવશે
  6. નાના ઉદ્યોગકારોને 5 લાખની લોન પર 1 વર્ષનું વ્યાજ માફ
  7. રોજગારીથી વંચિત 21 વર્ષથી વધુના રત્નકલાકારોને લાભ

[[$alsoread]]

  • Follow us on: