સુરતમાં આજે રત્ન કલાકારોની એકતા રેલી યોજાવાની છે જેમાં ડાયમંડ ઉદ્યોગમાં હડતાળનો ઢોલ ટીપાયો છે,આજે પગાર, ભાવ વધારાને લઈ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.સાથે સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે,કતારગામ દરવાજાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે,રેલીને સુરત શહેર પોલીસની પરમિશન નથી તેમ છત્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.3 દિવસથી સુરતમાં હડતાળના લાગ્યા છે પોસ્ટર.
રત્નકલાકારોની એકતા રેલી
ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. D.W.U.G 10 તારીખે સુરત કલેકટર ને આપ્યું હતું આવેદન પત્ર.છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમંત વેચાતા લેબગ્રોન ડાયમંડ જેવા હીરાના વેચાણમાં અધધ..ઘટાડો આવ્યો છે. કહી શકાય કે હાલમાં જોવા મળતી હીરા ઉદ્યોગની મંદી 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી છે. હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા.
સુરતના હીરા ઉધોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદી
સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરતુ કામ આપતા નથી. તેવામાં હવે સુરતમાં રત્નકલાકરોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
હીરામાં હાલ મંદીનો જોરદાર માહોલ છે
વિશ્વના 90 હીરા જ્યાં પોલિંશિંગ થાય છે તે સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારો આવ્યા હતા અને સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી હતી. આર્થિક મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. રત્નકલાકરોના વધતા આપઘાતના બનાવને લઇ રત્નકલાકારો હવે મેદાનમાં ઉતર્યા છે. સુરતનો હીરા ઉદ્યોગમાં ભારે મદીને પગલે સરકાર તાત્કાલિક મદદ કરે તેવી રત્નકલાકરો માગ કરી રહ્યા છે. જો અમારી માગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.









