જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી છાવણીઓ પર એટેક કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર નામથી કરેલી એર સ્ટ્રાઈકથી પાકિસ્તાન હચમચી ગયું હતું. ત્યારબાદ પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ છે. ત્યારે દાહોદ ખાતેથી વડાપ્રધાન મોદીએ દુશ્મનોને ચેતવણી આપી હતી.


[[$googlead]]

આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર્યા હતા

વડાપ્રધાન મોદીએ દાહોદ ખાતેની સભામાં કહ્યું હતું કે, દાહોદ ક્ષેત્ર મા ભારતીની રક્ષા માટે તપ, ત્યાગને દર્શાવે છે. પહલગામમાં આતંકીઓ જે કર્યું તે પછી ભારત ચૂપ બેસી શકે ખરુ? શું આટલું થયા પછી મોદી ચૂપ બેસી શકે ખરો?બહેનોનું સિંદૂર ભૂંસે તેનું ભૂંસાઈ જવું નક્કી જ હોય.મોદી સાથે મુકાબલો કરવો મુશ્કેલ થશે તે વિચાર્યું નહી હોય. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર્યા હતા.મોદીએ એ જ કર્યું જે માટે દેશવાસીઓએ મને પ્રધાન સેવક બનાવ્યો છે.

[[$alsoread]]

વિકાસ ત્યારે થાય જ્યારે દેશની સેના પણ મજબુત હોય

આપણે સીમા પાર આતંકીઓના ઠેકાણા નષ્ટ કર્યા.ઓપરેશન સિંદૂર એ માત્ર સૈન્ય કાર્યવાહી નથી.આતંકીઓએ સપનામાં પણ નહોતું વિચાર્યું એવી સજા મળી છે.ભાગલા પછી જન્મેલાં દેશનું એકમાત્ર લક્ષ્ય ભારત સાથે દુશ્મની. તે દેશનું એકમાત્ર લક્ષ્ય ભારતને નુક્સાન પહોંચાડવાનુ. ભારતનું એકમાત્ર લક્ષ્ય ભારતનો વિકાસ કરવાનુ. જે અમારી બહેનોના સિંદૂર ઉજાડશે તેને કેમ છોડાય.વિકાસ ત્યારે થાય જ્યારે દેશની સેના પણ મજબુત હોય.


  • Follow us on: