• સ્ટેટ આર એન્ડ બીનાં કર્મીઓ માટે આવાસો બનાવ્યા હતા

  • જોખમી આવાસો તોડીને નવા બંધાવાય તેવી કર્મચારીઓની માગ
  • સ્ટેટ આર એન્ડ બી વિભાગના સરકારી ક્વાટર્સ જર્જરિત અવસ્થામાં છે.

નસવાડી ખાતે સ્ટેટ આર એન્ડ બી વિભાગના સરકારી કર્મચારીઓને રહેવા માટેના એસ.બી.સોલંકી વિદ્યામંદિર સામે અને અયોધ્યાનગરની બાજુમાં આવેલા ક્વાટર્સ જર્જરિત છે. આ ક્વાટર્સ તોડીને નવા ક્વાટર્સ બનાવવામાં આવે તો સરકારી કર્મચારીઓને મોંઘા ભાવના ભાડાના મકાનમાં રહેવું ના પડે તે માટે કાર્યવાહી જરૂરી છે.

નસવાડી ખાતે અલગ અલગ વિભાગો માં ફરજ બજાવતા સરકારી કર્મચારી ઓને મકાન ની સુવિધા મળે તે માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા એસ.બી.સોલંકી વિદ્યામંદિર સામે અને અયોધ્યાનગર નજીક સ્ટેટ આર એન્ડ બી ના ક્વાટર્સ આવેલા છે તે વર્ષો જુના છે અગાઉ આ ક્વાટર્સમાં સરકારી દવાખાનાનો સ્ટાફ્ પુસ્તકાલયના કર્મચારીઓ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ રહેતા હતા. પરંતુ તેનું રીપેરીંગ ના થતા દિવસે દિવસે ક્વાટર્સ જર્જરિત થઇ ગયા છે. આ ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓ અનેક વખત રીપેરીંગ માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. પરંતુ રીપેરીંગ ના થતા કર્મચારીઓ આર એન્ડ બી વિભાગના મકાનો ખાલી કરીને બજારમાં ખાનગી માલિકીના મકાનોમાં રહેવા જતા રહ્યાં હતા. હાલ તો આ કર્મચારીઓ મોંઘા ભાવના ભાડા ખર્ચીને રહેવાની નોબત આવી છે. અમુક વાર સરકારી કર્મચારીઓને ખાનગી માલિકો મકાનો પણ ભાડે આપતા નથી. જયારે સરકારની આવક થાય તે હેતુ થી સરકારે અગાઉ સરકારી ક્વાટર્સ બનાવ્યા હતા. પરંતુ તે જર્જરિત થઇ જાય છે. ત્યાં સુધી સ્ટેટ આર એન્ડ બી વિભાગ તેની કાળજી રાખતું નથી.


  • Follow us on: