• પ્રદેશ ભાજપ તરફથી નામ જાહેર કરવામાં આવ્યું
  • જી.બી.સોલંકી ઉપપ્રમુખ તરીકે યથાવત
  • સતીષ નિશાળીયાના રાજીનામા બાદથી પદ હતું ખાલી

બરોડા ડેરીના ચેરમેનના નામની જાહેરાત થઇ ગઇ છે. જેમાં નવા ચેરમેન તરીકે દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પ્રદેશ ભાજપ તરફથી નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ જી.બી.સોલંકી ઉપપ્રમુખ તરીકે યથાવત છે. તથા સતીષ નિશાળીયાના રાજીનામા બાદથી પદ ખાલી હતું.

બરોડા ડેરી પર એક પણ રૂપિયાનું દેવું નથી: દિનુ મામા

[[$googlead]]

નવા ચેરમેન તરીકે દિનુ મામાના નામની જાહેરાત થતા તેમણે જણાવ્યું છે કે ભાજપે મારી પસંદગી કરી છે. ડેરીના પ્રમુખ તરીકે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાને રાખી કામ કરીશું. દૂધ ઉત્પાદકોને 100 કરોડ સુધીનો ભાવ ફેર અપાયો છે. બરોડા ડેરી પર એક પણ રૂપિયાનું દેવું નથી.

[[$alsoread]]

વડોદરા જિલ્લાના ધારાસભ્યોનું દીનુમામાને સમર્થન મળ્યુ

ધારાસભ્યોનું દીનું મામાને સમર્થન મળતા ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બરોડા ડેરી પહોંચ્યા હતા. જેમાં દિનુ મામાને ફરી ડેરી પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડોદરા જિલ્લાના ધારાસભ્યોનું દીનુમામાને સમર્થન મળ્યુ છે. તેમજ દિનુમામાને ફરી ડેરી પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે દિનુ મામા દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય કરશે તેવી આશા છે. તેમજ MLA શૈલેષ સોટ્ટાએ જણાવ્યું છે કે દિનુ મામા જિલ્લાના મોટા નેતા છે. તેમને અનુભવ હોવાથી તેઓ સારી રીતે કાર્યભાર સંભાળશે. 

  • Follow us on: