• અમદાવાદ એરપોર્ટથી હિલ સ્ટેશન જવું બન્યું સરળ
  • મુન્નાર એલેપ્પીની ફલાઇટ અમદાવાદથી શરૂ
  • ચોમાસાની મજા માણી શકે તે માટે લેવાયો નિર્ણય

અમદાવાદ એરપોર્ટ પરથી ચોમાસાની મજા લઇ શકાય તેવા હિલ સ્ટેશનો સુધી પહોંચવા માટેની સીધી ફ્લાઇટસ શરૂ કરવામાં આવી છે. જેને લઇને હવે અમદાવાદીઓ લોનાવાના કે મહાબળેશ્વર ઉપરાંત કેરળના મુન્નાર કે એલેપ્પી સીધા હવાઈ માર્ગે પહોંચી શકશે.

ફલાઈટમાં થયો વધારો

આ ઉપરાંત અમદાવાદથી ઓલી-દહેરાદૂન કે મસૂરી, હરિદ્વાર ઋષિકેશ માટે પણ સીધી જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફલાઇટની સુવિધા શરૂ કરવામાં આવી છે . દેશવાસીઓના ઓલ ટાઇમ ફેવરિટ ગોવા જવા માટે પણ અમદાવાદથી સીધી કનેક્ટિવિટીમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે ગોવા માટે દરરોજની ફ્લાઇટ પ્રાપ્ય છે.

હિલ સ્ટેશન જવુ બન્યું સરળ

કચ્છના રણની મુલાકાત લેવી હોય તો પણ અમદાવાદથી ભૂજની ફ્લાઇટ અવેલેબલ હોવાનું એરપોર્ટના સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સતત વધી રહી છે, તે આવકાર્ય છે, પરંતુ અન્ય એરપોર્ટ જેવી સુવિધાઓથી એરપોર્ટ વંચિત હોવાની મુસાફરોની ફરિયાદો સતત વધી રહી છે.

લોનાવલા અને મહાબળેશ્વરની સીધી ફલાઈટ

ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાના જાદુનો અનુભવ કરી શકાશે. તેના માટે 2 અકાસા એર અને 3 ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધીના અનુકૂળ ફ્લાઈટ સાથે આકર્ષક દૃશ્યો અને રોમાંચક રેલવે ટ્રેક્સનો આનંદ લઈને લોનાવલા કે મહાબળેશ્વર પહોંચી શકાશે.

પર્વતોની ઉપર મોનસૂન મેજિકનો નજારો માણો

ચોમાસાના વરસાદમાં ગોવાની વાઇબ્રન્ટ ભાવના જીવંત બને છે. જાજરમાન દૂધસાગર ધોધ, ઐતિહાસિક ઈમારતો અને અગુઆડા કિલ્લાના આકર્ષણમાં તરબોળ બનવા અમદાવાદથી મોપા અને ડાબોલિમ એરપોર્ટ બંને માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ઉત્તર ગોવાના અનુભવ માટે ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એર દ્વારા દરરોજની 1 ફ્લાઈટ સાથે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી શકાશે.


  • Follow us on: