ડીસા ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ ઘીના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અંદાજે રુપિયા 10 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, કડી પોલીસે બુડાસણ ગામની સીમમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીમાં રેડ પાડીને શંકાસ્પદ ઘીના 100થી વધુ ડબ્બાઓ જપ્ત કર્યા હતા.


[[$googlead]]

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઘી ના સેમ્પલ લઇ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. કડી પોલીસે આશરે 2.10 લાખથી વધુનો 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી ઘી બનાવતી જગ્યાને સીલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ શંકાસ્પદ ઘીનો એક કરોડથી પણ વધુનો જથ્થો જપ્ત

[[$alsoread]]

થોડા સમય પહેલા પણ કડી તાલુકાના બુડાસણ ગામની સીમની GIDCમાં મહેસાણા LCB પોલીસે રેડ કરી શંકાસ્પદ ઘીનો એક કરોડથી પણ વધુનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારથી પોલીસ એક્શનમાં આવી છે. હવે અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપી પાડવા કામે લાગી છે. કડી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં મારુતિ ફ્રુડ પ્રોડક્ટ નામની કંપની દ્વારા શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે કડી પોલીસે રેડ કરતા આશરે 2500 કિલોનો બનાવટી ઘી નો જથ્થો મળી આવતાં તેને જપ્ત કર્યો છે.

ઘી ના સેમ્પલ મોકલાયા

ડીસા ફૂડ વિભાગની ટીમે બુધવારે શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ડીસાના રીસાલા ચોકથી રાજપુર તરફ જવાના રસ્તે એક રહેણાંક મકાનમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પડ્યો હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી હતી. જેમાં સિયા માર્કેટિંગ નામની પેઢી દ્વારા સંયમ બ્રાન્ડના ઘી અને સિયા વેજફેટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘીના સેમ્પલ લઈ ફૂડ વિભાગની ટીમે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ઉપરાંત હાલ રિપોર્ટ આવે ત્યાં સુધી આ રૂપિયા 11 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.

  • Follow us on: