નકસલ પ્રભાવિત મણીપુર-નાગાલેન્ડ રાજ્યમાંથી નકલી ગન લાયસન્સ બનાવડાવી દેશભરમાં ગન વેચવાના ચકચારી પ્રકરણમાં કતારગામમાં ગજાનંદ ગનહાઉસનાં સંચાલક અતુલ પટેલ સુરતનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. અતુલે ૫૧ હથિયાર નકલી લાયસન્સને આધારે વેચ્યા હતા. પોલીસે અતુલ તથા તેની પાસેથી હથિયાર ખરીદનાર ત્રણ વ્યક્તિ સહિત ચારની ધરપકડ કરી ૨૦ હથિયાર અને ૯૩ કાર્ટીજ કબજે કર્યા હતા.
નકલી લાયસન્સને આધેર કુલ ૫૧ હથિયાર વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે એ.ટી.એસ. દ્વારા નાગાલેન્ડ અને મણીપુરના નકલી ગન લાયસન્સને આધારે હથિયાર ખરીદવાનું રાષ્ટ્રવ્યાપવામાં આવ્યો હતો. આ રેકેટની એક કડી સુરતમાં પણ મળી આવી હતી. આખા રૅકેટમાં સુરતના સૂત્રધાર તરીકે કતારગામમાં ગજાનંદ ગનહાઉસનાં માલિક અતુલ ચીમનલાલ પટેલ (રહે, મહાવીરનગર, કતારગામ, મૂળ રહે, નારગામ, આણંદ)ની સંડોવણી બહાર આવી હતી. અતુલ પાસેથી નકલી લાયસન્સ બનાવી તેની પાસેથી જ હથિયાર ખરીદનાર દીલીપ છે કતારગામ), કલ્પેશ ધનજી માંગુકીયા (રહે, રિવર પેન્ટા સ્કાય, સરથાણા જકાતનાકા), મેરૂ હમીર બેલા (રહે, ગાયત્રી નગર, અમરોલી)ની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી ત્રણ હથિયારો ઉપરાંત ચોથા ગ્રાહક વૈભવ જાસોલીયા પાસેથી એક હથિયાર તથા અતુલ પાસેથી બીજાં ૧૬ હથિયારો સહિત કુલ્લે ૨૦ હથિયાર અને ૯૩ કાર્ટીઝ કબજે લેવાયા.અયુબે નકલી લાયસન્સને આધેર કુલ ૫૧ હથિયાર વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું.
૧૦ લાખમાં નકલી ગન લાઈસન્સ બનાવી આપતો
જપ્ત કરાયેલાં ૨૦ હથિયારોમાં ૧૨ બોરની ગન ઉપરાંત પિસ્ટલ અને ૩૨ બોરની રિવોલ્વર અને પિસ્ટલનો સમાવેશ થાય છે.બોગસ લાઈસન્સના આધારે અતુલે ૫૧ હથિયાર વેચ્યા તે પૈકી અત્યાર સુધી ૨૦ કબજે કરાયા છે.અતુલ છેલ્લાં બે વર્ષથી આ વેપલો કરતો હતો. અમદાવાદ એ.ટી.એસ.એ પકડેલો શેલો ભરવાડના સંપર્કમાં આવ્યો હતો. તેણે જ હરિયાણાના આસિફ સાથે લાઇન કરાવી આપી હતી. જે વ્યક્તિ નકલી ગન લાયસન્સ લેવા માંગતો હોય તેની પાસેથી અતુલ ૧૦ લાખ રૂપિયા વસુલતો હતો. જેમાંથી તેને કમિશન પેટે ૧.૫૦ લાખ મળતા હતા. બાકીના નાણાં હરિયાણાનો આસિફ લઇ લેતો હતો. જોકે નકલી લાયસન્સ લીધા બાદ ગ્રાહકે હથિયાર અતુલની દુકાનમાંથી અલગથી લેવાનું રહેતું હતું.
ગુજરાતના સાત શહેરમાં ૧૭ને હથિયાર વેચ્યા
વ્યક્તિના નામનું હથિયાર લાયસન્સ બનાવીને સુરત મોકલી આપતો હતો સુરતના કુલ છ વ્યક્તિઓને અતુલે બોગસ હથિયાર લાયસન્સ બનાવી વેચ્યા હતા. સુરત ઉપરાંત આણંદ, જામનગર, મોરબી, અમદાવાદ, વડોદરા, મહેસાણામાં કુલ ૧૭ વ્યક્તિઓને બોગસ લાયસન્સ થકી વેચ્યા હતા. હજુ પણ સુરતમાં બે વ્યક્તિઓને પકડવાના બાકી છે. જોકે તેઓ અંડરગ્રાઉન્ડ થઇ જતાં તેની ધરપકડ માટે કાઈમ બ્રાન્ચની ટીમો દોડાવવામાં આવી હતી.બ્લ્યુ ડાર્ટ કુરિયર મારફત લાઈસન્સ સુરત મોકલાતું હતું,હથિયાર લાયસન્સ લેવા માટે ફોર્મ ભરવાથી લઇ અલગ અલગ કચેરીઓમાં પ્રોસિજર કરવાની હોય છે, પરંતુ અતુલ માત્ર ઓનલાઇન ફોર્મ ભરી તે આસિફને મોકલતો. આસિફ પંદરથી વીસ દિવસમાં જ નાગાલેન્ડથી કુરિયર મારફત જે તે વ્યક્તિના નામનું હથિયાર લાયસન્સ બનાવીને સુરત મોકલી આપતો હતો.









