- ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રોગો અટકાવવા નિદર્શન
- સિહોર તાલુકાના ગામોમા અપાઈ રહી છે આરોગ્યલક્ષી માહિતી
- આરોગ્ય તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કાર્ય કરીને જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી
ભાવનગર જિલ્લામાં પણ અત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. આ મહાયજ્ઞ સાથે આરોગ્યનું પણ શિક્ષણ આપવાનું બીડું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રએ ઝીલ્યું છે. જિલ્લા મેલેરિયા શાખા દ્વારા વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત શિહોર તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી. બોરીચાના સાનિધ્યમાં દેવગાણા, રબારીકા, અગીયાળી, સિહોર જગદીશ પરા શાળા નંબર-1 અને 6 તથા ધુપકા, ખાખરીયા તથા સિહોર અર્બનની વિવિધ શાળાઓમાં તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. ચંદ્રકાંતભાઈ કણઝરિયા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત દ્વારા પોરાનું નિદર્શન, પોરા ભક્ષક માછલી નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત મચ્છર ચોખ્ખાં પાણીમાં કેવી રીતે ઇંડા મૂકે છે, તે કેવાં હોય છે અને તેમાંથી મચ્છર કેવી રીતે બને છે, મચ્છરથી ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા થાય છે તે રોગચાળો મચ્છર ઉત્પત્તિ અટકાવવી અટકાવવી વગેરે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.










