શિક્ષણ વિભાગ દ્વારા આજે  સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મધ્યાહન ભોજનના સુપરવાઈઝર ના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારીત મધ્યાહન ભોજનના સુપરવાઇઝરના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.


મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના માસિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. એમડીએમ સુપરવાઇઝરના વેતનમાં વધારો કરવામાં માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે સરકાર દ્વારા વધારો આપવામાં આવતા મધ્યાહન ભોજનના સુપરવાઇઝરોની દિવાળી સુધરી ગઇ હતી. કરાર આધારીત મધ્યાહન ભોજન સુપરવાઇઝરના માસીક વેતન રૂપિયા 25 હજાર કરવામાં આવ્યું છે. સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું.

[[$googlead]]
  • મધ્યાહન ભોજનના સુપરવાઈઝરના વેતનમાં વધારો
  • કરાર આધારીત સુપરવાઇઝરના વેતનમાં વધારો
  • સુપરવાઇઝરના માસિક વેતનમાં 10 હજારનો વધારો
  • માસિક વેતન વધારીને 25 હજાર કરવામાં આવ્યું
  • અત્યાર સુધી સુપરવાઇઝરને 15 હજાર વેતન અપાતું હતું
  • શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરાયો

મધ્યાહન ભોજન સુપરવાઇઝરને અગાઉ રૂપિયા 15 હજાર માસિક વેતન અપાતું હતું. હવે માસીક વેતન રૂપિયા 25 હજાર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં વધુ જણાવવામાં આવ્યુ છે કે, મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઇઝરનું માસિક વેતન રૂ.25000 કરવામાં આવ્યું છે. આ વધારાનો અમલ ઓક્ટોબર 2024થી કરવામાં આવશે.

[[$alsoread]]
  • Follow us on: