દિવાળી પર્વ એટલે ફ્ટાકડા ફેડવાનું અને નવા કપડાં પહેરવાનું પર્વ ગણાય છે. જેમાં ખાસ નાના બાળકો આ તહેવારમાં નવા કપડાં પહેરી આનંદ માણતા હોય છે.
ત્યારે હળવદ શહેરના છોટાકાશી સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકોને દિવાળી પર્વ નિમિતે અતિ આધુનિક સારી ગુણવત્તાવાળા તેમની પસંદગીના નવા કપડાં લઈ આપવામા આવ્યા હતા. જેમાં દીકરીની સંખ્યા 23 અને દીકરાની સંખ્યા 28 હતી. કુલ 51 બાળકોને કપડાં લઈને આપવામાં આવ્યા હતા
દિવાળી પર્વ નિમિત્તે ખરેખર જરૂરિયાત છે અને જરૂરિયાતમંદ છે. એવા બાળકોને શહેરના અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી શહેરના મુખ્ય બજારમાં લાવી દુકાન પર લાઈવ ખરીદી કરાવીને બાળકોને નવા કપડા લઈ આપવામાં આવ્યા હતા. જેમાં દાતા સ્વ. કાન્તાબેન હરજીવનભાઈ સોલંકી હસ્તે હારૂનભાઇ બેલિમ જેમની તિથિ નિમિત્તે આ તમામ બાળકોને દિવાળી તેમજ બેસતાં વર્ષના પર્વ નિમિત્તે દિવાળી ઉજવણી થઈ શકે બાળકો ખુશ થાય એ આશયથી આ તમામ બાળકોને નવા કપડાં લઈ આપવામાં આવ્યા હતા. સાથે છોટાકાશી હળવદ સેવા ગ્રુપના તમામ સભ્યો અલગ અલગ વિસ્તારમાંથી બાળકોને બજારમાં લાવીને દુકાન ઉપર જ ખરીદી કરાવી હતી.