અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે ગેરવર્તણૂંક કરતા તબીબનો વીડિયો વાયરલ થયો છે. હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં જોરજોરથી બુમો પાડીને વાતો કરતાં તબીબની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ડાયાલિસિસ માટે આવેલા દર્દીઓને ખખડાવી નાંખતા તબીબનો એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તે આ વીડિયોમાં જોઈ શકાય છે.


[[$googlead]]

એક જાગૃત નાગરીકે વીડિયો ઉતાર્યો હતો

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા માટે આવેલા દર્દીઓને તબિબે ખખડાવી નાંખ્યા હતાં. દવાઓ નહીં મળતાં દર્દીઓએ તબીબ સાથે વાત કરતાં મામલો બિચક્યો હતો. તબીબે દર્દીને કહ્યું હતું કે, હોસ્પિટલમાં જે દવાઓ હોય તે જ દવાઓ દર્દીઓને મળે છે. સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં જોરજોરથી બોલીને દર્દીને ખખડાવી રહેલા તબીબનો એક જાગૃત નાગરીકે વીડિયો ઉતાર્યો હતો અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

[[$alsoread]]

હોસ્પિટલમાં જે દવા હશે તે જ દવા દર્દીઓને મળશે

હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. આ વિભાગમાં દર્દી સાથે કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. પરંતુ હોસ્પિટલના તબીબે દર્દી સાથે ગેરવર્તન કર્યું હતું. ડાયાલિસિસ માટે આવેલા દર્દીઓને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં હેરાન થવાનો વારો આવ્યો છે. જે વિભાગમાં બિલકુલ શાંતિ હોય તે વિભાગમાં તબીબ દર્દીઓ સાથે જોરજોરથી બુમો પાડીને વાતો કરી રહ્યાં છે. દવાઓ માટે વાત કરતા દર્દીઓને તબીબ એવું કહી રહ્યાં છે કે, હોસ્પિટલમાં જે દવા હશે તે જ દવા દર્દીઓને મળશે. 

  • Follow us on: