• યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટ્યો
  • 3 યાત્રાળુઓ પથ્થરના કાટમાળ નીચે દટાયા
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પંચમહાલના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં પથ્થરની કુટિરનો ઘુમ્મટ તૂટ્યો છે. જેમાં યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગ પાસે ઘુમ્મટ તૂટી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ લોકો દબાતા ઈજાગ્રસ્ત થયા છે. જેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્ત યાત્રાળુઓને સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યા છે.


[[$googlead]]
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 3 યાત્રાળુઓ પથ્થરના કાટમાળ નીચે દટાયા હતા. જેમને ત્રણ ઇજાગ્રસ્તોને વડોદરા રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલોલ પ્રાંત અધિકારી સહિત પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કુલ 9 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.

પ્રત્યક્ષ દર્શીએ જણાવ્યું કે, વરસાદ ની સાથે હવા નું જોર વધતા બાંધકામ તૂટી પડ્યું હતું. આ ઉપરાંત એસ.એસ.જી.હોસ્પિટલ ના એમ.એલ.ઓ ઝંખના પટેલ નું નિવેદન,  એસ.એસ.જી હોસ્પિટલ માં હાલ 7 દર્દીઓ આવ્યા છે.  કુલ 4 દર્દીઓ હાલ ગંભીર હાલતમાં છે. કુલ મળીને 9 દર્દીઓ ને એસ.એસ.જી હોસ્પિટલ માં ખસેડવામાં આવશે

વડોદરા માં સારવાર અર્થે લવાયેલા ઇજાગ્રસ્તોના નામની યાદી
  1. મીનાક્ષી બેન ખુમસિંગ પલાસ -ઉં.21 -જામ્બુઘોડા.
  2. ભાવેશભાઈ મુનિયા -ઉં.18- -જામ્બુઘોડા
  3. સુમિત્રાબેન રાઠવા-ઉં.22- -હાલોલ
  4. દીપકભાઈ દેવીપૂજક-ઉં.32 -હાલોલ
  5. માહી દેવીપૂજક -ઉં.06- -વડોદરા,બાપોદ
  6. રાજવંત દેવીપૂજક -ઉં.17- -વડોદરા,બાપોદ
  7. વિજય દેવીપૂજક -ઉં.35 -વડોદરા,બાપોદ
  8. સોનલબેન દેવીપૂજક -ઉં.32 -વડોદરા,બાપોદ
  9. દક્ષ દેવીપૂજક -ઉ.18 -વડોદરા બાપોદ
સ્થાનિકોએ યાત્રાળુઓને બહાર કાઢ્યા

મંદિરના માચી ખાતે બનેલા યાત્રાળુઓના વિશ્રામ માટે બનવવામાં આવેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ત્રણ યાત્રિકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યા છે.


માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.

ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 5 માઇ ભક્તો દબાયા હતા. જો કે પથ્થરની નીચે દટાયેલા તમામ 5 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યુ છે. અકસ્માતની ઘટનામાં જાનહાનિ બની નથી. પાંચ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

  • Follow us on:

[[$alsoread]]