- બેઠકમાં સેવાભાવી દાતાઓ તરફ્થી વિવિધ દાનનો પ્રવાહ વહેતો થયો હતો
- જલારામ જયંતી પ્રસંગે 50 હજાર રૂપિયાનું દાન જાહેર કરાયું
- 8000 નંગ પાણીની બોટલ નું પણ દાનની જાહેરાત કરાઈ
વાંસદા જલારામ મંદિર ખાતે આગામી તા. 19ના આવતી જલારામ જયંતી સંદર્ભમાં એક બેઠક બુધવારે સાંજે રાખવામાં આવી હતી. જેમાં જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ જનસેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટીગણો તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સેવાભાવી દાતાઓ તરફ્થી વિવિધ દાનનો પ્રવાહ વહેતો થયો હતો. મૂળ વાંસદાના રહેવાસી અને કેનેડા સ્થાયી થયેલા દાનવીર દાતા રાજેન્દ્ર મગનલાલ સગર તરફથી જલારામ જયંતી પ્રસંગે 50 હજાર રૂપિયાનું દાન જાહેર કરાયું હતું. તેમજ અન્ય દાતાઓ તરફ્ થી તેલના ડબ્બા, ચોખાના કટ્ટા, બટાકા 250 કિલો અશ્વિનભાઈ ઇશ્વરભાઇ પંચાલ તરફ્થી દાન આપવા જાહેરાત થઈ હતી. તેમજ સ્વર્ગસ્થ પ્રવીણભાઈ ખમણવાલા તરફથી ખમણ અને પ્રિતેશભાઈ વસંતભાઈ જામલિયા તરફથી 100 કિલો ખમણ તેમજ અન્ય ખમણની લારીવાળા તરફથી ખમણ દાનમાં આપવાની જાહેરાત થઈ હતી અને 32 વર્ષથી જલારામ જયંતી પ્રસંગે શાકભાજી વિનામૂલ્ય આપે છે એવા શાકભાજી માર્કેટવાળા દાતા બળવંતભાઈ રણછોડભાઈ પટેલ અને એમના શાકભાજીવાળા વેપારીઓ તરફ્થી આપવાની સાથે 8000 નંગ પાણીની બોટલ પણ બળવંતભાઈ શાકભાજીવાળા તરફ્થી દાનની જાહેરાત કરાઈ હતી.










