- ચૂંટણીની કામગીરીની ચર્ચાઓ વચ્ચે છાતીમાં દુઃખાવો ઉપડયો હતો
- સિવિલમાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું
- કલેક્ટર કચેરીમાં સન્નાટો છવાયો
ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદારનું ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. ઓફીસ ખાતે ચૂંટણીની કામગીરીની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે જ તેઓને હાર્ટ એટેકે આવ્યો હતો. જેને પગલે તેઓને તાત્કાલિક ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ અધિકારીનું મોત થયું હતું. ઘટનાને પગલે કલેક્ટર સહિત કચેરીનો આખો સ્ટાફ સિવિલ દોડી આવ્યો હતો.
કલેક્ટર કચેરી ખાતે આવેલી ગાંધીનગર મામલતદાર ઓફીસમાં બપોરના સમયે સમગ્ર ઘટના બની હતી. મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનિષ કડીયા (46 વર્ષ) ઓફીસ ખાતે હાજર હતા. કચેરી ખાતે અધિકારીઓ-કર્મચારીઓ વચ્ચે ચૂંટણીની કામગીરીને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ જ સમયે મનિષ કડીયાને હ્યદય રોગનો હુમલો આવતા તેઓ ઢળી પડયાં હતા. ઘટનાને પગલે હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક તેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તાત્કાલિક વિભાગમાં સારવાર મળે તે પહેલાં જ તેઓનું મોત થયું હતું. અધિકારીના અચાનક મોતને પગલે પરિવાર પર આભ ફાટયું હતું. મળેલી માહિતી મુજબ મનિષભાઈ કડીયાના પત્નીનું બે વર્ષ પહેલાં જ કોરાનાકાળ સમયે અવસાન થયું હતું. ત્યારે હવે તેઓનું પણ અવસાન થતાં 17 વર્ષીય પુત્ર અને 13 વર્ષની દિકરીની જવાબદારી તેઓના માતા પર આવી પડી છે. ઘટનાને પગલે કલેક્ટર મેહુલ દવે, પ્રાંત અધિકારી બી.બી.મોડિયા, મામલદાર હરેશ પટેલ સહિતના અધિકારીઓ પણ સિવિલ દોડી આવ્યા હતા. એટલું જ નહીં કલેક્ટર કચેરીનો આખો સ્ટાફ સિવિલ ખાતે પહોંચી ગયો હતો. જેને પગલે કલાકો સુધી સિવિલ ખાતે લોકોનો જમાવડો રહ્યો હતો. જેમાં મોટાભાગના કર્મચારીઓની આંખમાંથી આસુ સરી પડયાં હતા. નાયબ મામલતદારના અચાનક મોતને પગલે કલેક્ટર કચેરીઓમાં બપોર પછી સન્નાટો છવાય ગયો હતો. સાથી કર્મચારીને મોતને પગલે કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલદાર કલાકો સુધી સિવિલ ખાતે જ બેસી રહ્યાં હતા. મળેલી માહિતી મુજબ મૃતકના બહેન સહિતના પરિવારજનો દૂરથી આવતા હોવાને પગલે બુધવારે મોડી સાંજ સુધીમાં પોસ્ટમોર્ટમ થઈ શક્યું ન હતું. બીજી તરફ મૃતકના ભાઈએ કેનેડા રહેતાં હોવાને પગલે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાય તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે અઠવાડિયા










