ઉનાળાની શરૂઆત સાથે જ ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. શહેરના પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નિયમિત પીવાનું પાણી નહીં મળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.


[[$googlead]]

લોકોને મોંઘા ભાવે પાણીના ટેન્કર મગાવવા પડી રહ્યા છે

ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે. શહેરના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી. પ્રમુખસ્વામી નગરના લોકો છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભુજ પાલિકા નિયમિત પાણી વિતરણ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે અહિયાં લોકોને મોંઘા ભાવે પાણીના ટેન્કર મગાવવા પડી રહ્યા છે. સ્થાનિક લોકોએ અનેકવાર પાલિકામાં રજૂઆત કરી છે. તેમ છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

[[$alsoread]]

પાણીની વિકટ સમસ્યાના કારણે લોકો પરેશાન

ઉનાળાની શરૂઆત સાથે ભુજમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાના કારણે લોકો પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે પાલિકાને પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી મળી રહ્યું છે. તેમ છતાં પ્રમુખસ્વામી વિસ્તારમાં લોકોને પાણી મળતું નથી. જેના કારણે લોકો પાણીના ટેન્કર મગાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આગામી દિવસોમાં ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

  • Follow us on: