દાહોદમાં બેફામ બુટલેગરે યુવકનો જીવ લીધો હોવાની વાત સામે આવી છે જેમાં દારૂ લઈને ભાગવાની ફિરાકમાં કાર ચાલકે યુવકને ટક્કર મારી જેમાં યુવક નીચે પડયો અને માથાના ભાગે ઈજા પહોંચી હતી જેમા તેનું ઘટના સ્થળે મોત થયુ હતુ,ગાડીમાં ફુલ દારૂ ભરેલો હતો અને તેના કારણે બુટલેગર ફુલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

દાહોદમાં દારૂ લઈને ભાગવાની ફિરાકમાં યુવકને કચડયો

દાહોદની અભલોડ ચોકડી પર કારચાલકે અકસ્માત સર્જતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે,જેમાં કાર ચાલક સ્પીડમાં કાર ચલાવતો હતો અને કારમાં દારૂની પેટીઓ ભરેલી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો,પોલીસને ખબર ના પડે તે રીતે આંતરિયાળ ગામડાઓમાંથી ગાડી ચલાવી શહેર સુધી કાર ચાલક પહોંચ્યો હતો અને પોલીસ ઝડપે નહી તે બીકમાં તેણે ઝડપી ગાડી ચલાવી અને યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો અને તેને ટક્કર વાગી હતી.

[[$alsoread]]

દાહોદમાં બુટલેગર કારચાલકે બાઈકને દૂર સુધી ઢસડી

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બુટલેગર જે રોડ તરફ આગળ વધ્યો હતો ત્યાના સીસીટીવી પણ તપાસ માટે લીધા હતા જેમાં સામે આવ્યું કે બુટલેગરે અકસ્માત સર્જયો છે અને કારની નંબર પ્લેટના આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી બુટલેગરની ધરપકડ કરી છે,યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,અવાર-નવાર દારૂ ભરેલી કાર અકસ્માત સર્જતી હોય છે અને તેના કારણે સામાન્ય માણસોના જીવ જતા હોય છે,પોલીસે પરિવારના સભ્યોના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને વધુ તપાસ કરી છે. 

  • Follow us on: