અમદાવાદના સાણંદમાં ટ્રકચાલકે જીઆરડી જવાન પર ટ્રક ચઢાવી દેતા તેનું મોત નિપજયું છે,તો નો એન્ટ્રીમાં ટ્રકના ડ્રાઈવરે પ્રવેશ કરતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો તેને કચડી નાખી તેના પર ટ્રક ચઢાવી હતી તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.


[[$googlead]]

પોલીસે ટ્રકચાલક સહિત 3ની કરી ધરપકડ

સાણંદમાં GRD જવાન જગદીશનું ઘટનાસ્થળે મોત થયું છે કેમકે ટ્રક ચાલક રોંગ સાઈડમાં જતો હતો અને તેને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈરે ગુસ્સો રાખીને તેના પર ટ્રક ચઢાવી દીધી હતી તો સારવાર મળે તે પહેલા જ જીઆરડી જવાનનું મોત થયું છે,પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે,ત્યારે આ ઘટનામાં વધુ શું ખુલાસાઓ થઈ શકે છે તે જોવાનું રહ્યું.પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ટ્રક પણ જપ્ત કર્યો છે.

[[$alsoread]]

પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

સાણંદ-વિરમગામ હાઈવે પર ટ્રક ચાલકે દાદાગીરી કરીને જીઆરડી જવાન પર ટ્રક ચઢાવી દેતા તેનું મોત થયું છે,પોલીસની તપાસમાં હજી પણ કોઈ ખુલાસા થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,તો જીઆરડી જવાનના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,પોલીસને આસપાસના સીસીટીવી પણ લીધા છે.જીઆરડી જવાન સાથે પોઈન્ટ પર ફરજ બજાવતા અન્ય કર્મીઓમાં પણ રોષની લાગણી જોવા મળી છે.ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


  • Follow us on: