છોટાઉદેપુરના બારડોલીમાં સીએનજી ગેસ ભરાવતી વખતે કારનો ડ્રાઈવર અચાનક બેભાન થઈ ઢળી પડયો હતો,માહિતી જે રીતે છે તે રીતે વાત કરીએ તો ગેસની નોઝલ છટકતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ડ્રાઈવરને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ મામલે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે રહેજો સાવધાન
વાહનમાં સીએનજી ગેસ ભરાવતી વખતે જરા સાવધાન રહેજો નહીતર તમારો જીવ જઈ શકે છે,આવી જ એક ઘટના બારડોલીમાં બની જેમાં CNG પંપ પર નોઝલ છટકતા ડ્રાઈવર અચાનક બેભાન થઈ ગયો હતો કારમાંથી નોઝલ છટકી અને અચાનક ડ્રાઈવરના મોઢા પર વાગી અને તે ઘટના સ્થળે જ બેભાન થયો હતો પોલીસે આ મામલે તપાસ પણ હાથધરી છે સાથે સાથે હાલ ડ્રાઈવરની તબિયત સુધારા પર હોવાની વાત સામે આવી છે.
સીએનજી ગેસ પૂરાવતી વખતે કારમાંથી નીચે ઉતરવું જરૂરી
રીફિલિંગ વખતે સીએનજી ગેસ હાઈ પ્રેશરમાં સ્ટોર થાય છે. જો આ દરમિયાન ગેસ લીક થાય તો બ્લાસ્ટ થવાની સંભાવના વધી જાય છે. જેથી પેસેન્જરને નીચે ઉતારી કાર ખાલી કરી દેવાનું કહેવામાં આવે છે. CNG જ્વલનશીલ હોય છે, લીક થવા પર આગ લાગે તો ઈજા થઈ છે, આ સ્થિતિમાં કારમાં પેસેન્જર ફસાઈ પણ શકે છે. જેથી વાહન ખાલી કરવાનું કહેવામાં આવે છે.રીફિલિંગ વખતે પેસેન્જરને નીચે ઉતારી દેવાથી વાહનનું વજન પણ ઓછું થઈ જાય છે. જેના કારણે CNG ભરવાની પ્રોસેસ પણ ઝડપી બને છે.









