અમદાવાદમાં વધુ એક નશેડીનો આતંક જોવા મળ્યો. શહેરમાં નશાખોર સ્કૂલ બસ ચાલકે અકસ્માત સર્જયો હોવાની ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની આનંદ નિકેતન શાળાનો બસ ચાલક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને લઈને 20 કિલોમીટર ફર્યો. અને પછી ભરબપોરે અકસ્માત સર્જયો. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી.


[[$googlead]]

ડ્રાઈવરે નશાની હાલતમાં સર્જયો અકસ્માત

નશો કરી અકસ્માત કરનાર બસ ચાલક આનંદ નિકેતની સ્કૂલ બસનો ડ્રાઈવર છે. બસના ડ્રાઈવર નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ પરત ફરતો હતો ત્યારે આ અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ભીડ ધરાવતા વિસ્તારમાં બેફામ બસ ચલાવી અકસ્માત કરનાર ડ્રાઈવરને લોકોએ ઝડપી પાડ્યો. બસચાલક નશામાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. જાગૃત નાગરિકે પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ બનાવ સ્થળ પર આવી નશા ખોર ડ્રાઈવરની અટકાયત કરી.

[[$alsoread]]

નશેડી ડ્રાઈવર સામે પોલીસે કરી કાર્યવાહી

ઘાટલોડિયમાં આજે ભર બપોરે શાળાના ડ્રાઈવરે અકસ્માત કર્યાની ઘટના સામે આવી છે. બસ ચાલક આનંદ નિકેતનની શાળાની બસને લઈને નાલંદના વિદ્યાર્થીઓને તેમના ઘરે મૂકવા દિવસભર ફર્યો. ડ્રાઈવરે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે ગઈકાલે દેશી દારુ પીધો હતો. અને સવારે રાબેતા મુજબ ડ્રાઈવરના રોજિંદા કામે આનંદ નિકેતનની બસ લઈ નીકળ્યો. અકસ્માત બાદ પોલીસ ડ્રાઈવર અને બસમાં સવાર વિદ્યાર્થીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બસ ડ્રાઈવર નશાના કારણે ભાનમાં ના હોવાથી બે જગ્યા પર ગાડી ઠોકી હોવાનું વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું.ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં વિદ્યાર્થીઓને 20 કિમી ફેરવ્યા હતા. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી છે. આ ઘટના બાદ આનંદ નિકેતન શાળા બસ ડ્રાઈવરને નોકરીમાંથી છૂટો કરાય તેવી સંભાવના છે.

  • Follow us on: