• રૂ. 6.45 લાખનું 12.91 ગ્રામ એમડી ડ્રગ્સ પકડયું
  • આરોપી મુંબઈના સઈદ પાસેથી લાવ્યો હતો ડ્રગ્સ
  • સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજ્યમાં સતત નશાખોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમદાવાદ શહેરમાં ATS ને મોટી સફળતા મળી છે. જેમાં સરખેજના સાગર એવન્યુમાં ગુજરાત ATSએ રેડ કરી હતી. જેમાં ગુજરાત ATSએ રૂ.6.45 લાખની કિંમતના 12.91 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ છે. આ સાથે જ અબ્દુલવાહી ફકીરમહંમદ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ અંગેની તપાસમાં જાણવા મળ્યું કે, ગુજરાત ATSમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. દેસાઈ તેમજ તેમની ટીમને બાતમી મળી હતી કે, અબ્દુલવાહી ફકીરમહંમદ શેખ નામનો શખસ સરખેજ અંબર ટાવર પાસે આવેલા સાગર એવન્યુના પોતાના મકાનમાં ડ્રગ્સનો જથ્થો રાખીને છુટકમાં વેચાણ કરી રહ્યો છે. જેના આધારે ATSની ટીમે મકાનમાં દરોડા પાડ્યા હતા. પકડાયેલો આરોપી મુંબઈના સઈદ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યુ છે.

તેમજ આ સમગ્ર મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મકાનમાં તપાસ કરતા 12.91 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 6.45 લાખ થાય છે. જેથી અબ્દુલવાહીદ શેખની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

જ્યારે આરોપીની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતે રહેતો સઈદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. સઈદ ઘણીવાર મુંબઈ ચર્ચ ગેટ ઉપર ટેક્સી લઈને આવે અને ડ્રગ્સનો જથ્થો આપીને જતો રહે છે. જેથી ATSની ટીમે આરોપીને સરખેજ પોલીસને સોંપ્યો છે. તો બીજી તરફ સરખેજ પોલીસે મુંબઈના સઈદ નામના વ્યક્તિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
  • Follow us on: