• હીરાબાના સ્વાસ્થ્યને લઈ હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના કરાઈ

  • હીરાબાના દીર્ઘ આયુષ્યને લઈ રુદ્રાભિષેક અને રુદ્રિય પાઠ કરાયો
  • વિદ્વાન ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી પ્રાર્થના કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની આજે અચાનક તબિયત લથડતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી ખાસ તેમના માતાની ખબર અંતર પુછવા માટે અમદાવાદ પહોંચ્યા છે. ત્યારે વડાપ્રધાનના વતન વડનગર ખાતેના પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

હાટકેશ્વર મંદિરમાં સતત હીરાબાના સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ સાથે જ વિદ્વાન ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી હાટકેશ્વર મહાદેવને પૂજા અર્ચના અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભૂદેવો હીરાબાના દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય માટે રુદ્રાભિષેક અને રુદ્રિય પાઠ કરી રહ્યા છે.

[[$googlead]]

અત્રે ઉલ્લેખનીય છે કે થોડી મીનીટો પહેલા જ યુ.એન.હોસ્પિટલ તરફથી મેડિકલ બુલેટિન બહાર પાડતા જણાવાયું હતુ કે હીરાબાની તબિયત સુધારા પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેના સમાચાર મળતાં જ યુ.એન.હોસ્પિટલમાં વીવીઆઇપી મુવમેન્ટ વધી ગઇ હતી.

[[$alsoread]]


  • Follow us on: