• નવરાત્રીના પ્રથમ અને બીજા નોરતામાં વરસાદની આગાહી
  • કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા
  • આજે મહેસાણા, ગાંધીનગર, ખેડામાં વરસાદ રહેશે

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં નવરાત્રીના પ્રથમ અને બીજા નોરતામાં વરસાદની આગાહી છે. તેમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ રહેશે. તેમજ આજે ઓક્ટોબરે મહેસાણા, ગાંધીનગર, ખેડામાં વરસાદ રહેશે.

અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વરસાદ પડી શકે છે

[[$googlead]]

અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તેમજ 16 ઓક્ટોબરે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તથા અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના અવલ્લી, મહીસાગર અને સાબરકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભવનાગર જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

[[$alsoread]]

દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની અપેક્ષા

બીજી બાજુ, ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું છે કે, તીવ્ર પશ્ચિમી વિક્ષેપને કારણે આગામી બે દિવસમાં દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે કહ્યું કે આ સિઝનનું પ્રથમ તીવ્ર પશ્ચિમી વિક્ષેપ છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે. સોમવારે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, 21 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની આગાહી કરી હતી. જે આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાતા ગરબા આયોજકો ચિંતીત બન્યા છે. અમરેલી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. અમરેલી જીલ્લાનાં બગસરા પંથકમાં વરસાદ પડ્યો હતો. બગસરાનાં લુધીયા ચુડાવડ સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. કાલાવડનાં નવાગામ, માછરડા, મોટી વાવડી સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદથી ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકશાન થવાની શક્યતા છે. કપાસ, મગફળી અને ડુંગળી સહિતનાં પાકમાં નુકશાન છે. ખેડૂતોની સાથે ગરબા મંડળનાં સંચાલકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. 

  • Follow us on: