• કોર્ટમાં જજ સામે ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
  • આરોપીના આગોતરા જામીન મંજૂર કરાતા ભર્યું પગલું
  • ચારેય લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આજે ગુજરાતમાં હાઈકોર્ટમાં એક કેસમાં આગોતરા જામીન મંજૂર થતાની સાથે આરોપી સહિત 4 લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ભરેલી કોર્ટમાં આ ઘટના બનતા જજ સહિત વકીલો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ સમયે પોલીસ આવી અને 4 લોકોની અટકાયત કરે તે પહેલા તેઓએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું અને આ પછી તે તમામને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જજ જતા રહેતા હિયરિંગ અટક્યું

તમામ લોકોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સાથે જ કોર્ટમાંથી જજ નીકળી જતા હિયરિંગ અટક્યું હતું. પોલીસે તમામ લોકોની વિગતે તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે બોટલ, ઢાંકણું અને ચંપલ જેવી વસ્તુઓ પણ કબ્જે કરી છે. આ સિવાય પોલીસ એ તપાસમાં લાગી છે કે આ વસ્તુઓ આરોપી પાસે કોર્ટના રૂમ સુધી પહોંચી તો કઈ રીતે.

આરોપીના આગોતરા જામીન મંજૂર કરાતા ભર્યું પગલું

પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તેમાં જાણવા મળ્યું છે કે જેઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેઓએ પહેલા બેંકમાંથી લોન લીધી હતી અને સાથે જ લોનની રકમને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હાલ તમામ 4 લોકો સારવાર લઈ રહ્યા છે. 

  • Follow us on: