• જૂનાગઢમાં કેશોદથી 13 કિલોમીટર દૂર આવેલું છે ઈસરા ગામનું ધૂળેશ્વર મંદિર
  • ધૂળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો અહીં માનતા લઈને આવે છે
  • ધૂળ ચડાવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે

ધૂળેટીનાં દિવસે ઇસરા ગામમાં મેળો ભરાય છે. અહીં ધૂળ ચડાવવામાં આવે છે. આ જગ્યાએ પહેલા માટીનો રાફળો હતો. લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઇ ગયો છે. અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા છે. લોકોને હાથ પગના દુ:ખાવા કે શરીરમાં કોઈ દુ:ખાવા હોય તેવા લોકો અહીં મીઠું ચડાવે છે. અહીં ધૂળ ચડાવવાની લોકોની મનોકામના પૂર્ણ થાય છે.અહીં લોકોના મનોરંજન માટે ઘોડા, ઊંટ સહિતના પ્રાણીઓની રેસ યોજાય છે.આ રેસમાં કોઇને વિજેતા જાહેર કરવામાં આવતા નથી. માત્ર મનોરંજન માટે રેસ યોજાય છે.

પ્રાણીઓ પણ થાય છે સાજા

કહેવાય છે કે કોઈ પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ હોય તો આ રેસમાં આવે તો તે સાજા થઈ જાય છે. અહીં ક્યારેય કોઈને રેસ દરમિયાન ઈજા પણ થઈ નથી.અહીં લોકો દીકરા માટે માનતા રાખે છે અને જો દિકરાનો જન્મ થાય તો લોકો અહીં ઘૂઘરી લઈને આવે છે. 50થી વધુ ગામના લોકો અહીં આવે છે અને આ લોકમેળાના ભાગીદાર બને છે.આ જગ્યાએ પહેલા માટીનો રાફળો હતો. લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઇ ગયો છે. અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા છે.


મંદીરનો ઈતિહાસ

અહીં ઇ.સ.1600 આસપાસ મંદિરની સ્થાપના થઇ હોવાનું માનવામાં આવે છે. વંથલીનાં દેવાયત પંડિત ગાયો ચરાવવા આવતા હતા.ત્યારે એક ગાય રોજ રાફળા પર દુધની ધારા કરતી હતી. એક દિવસ આ જગ્યાએ તપાસ કરતા અંદરી શીવ લીંગ નિકળ્યુ હતુ.બાદ તેની દેવાયત પંડિતે સ્થાપના કરી છે.તેમજ આ વિસ્તારમાં ચારણો ટીંબો હોવાનુ પણ માનવામાં આવે છે.

શ્રીફળ અને ખીર ચડે છે

સામાન્ય રીતે શંકર ભગવાનનાં મંદિરમાં શ્રીફળ વધેરવામાં આવતુ નથી. તેમજ ખીર ચડાવવામાં આવતી નથી. પરંતુ એક માત્ર ધૂળેશ્વર મહાદેવને શ્રીફળ વધેરવામાં આવે છે.અને ખીર પણ ચડાવાવમાં આવે છે.

  • Follow us on: