• તંત્ર દ્વારા કાટમાળ ઉપડવાની પ્રકિયા હાથ ધરાઈ
  • 800 પોલીસ સ્ટાફ આ મેગા ડિમોલેશનમાં કામે લાગ્યો
  • પોલીસ રેવન્યુ વિભાગની મહેનતને ખબુજ સુંદર સફળતા મળી

હર્ષદ બંદર પર ચાલતું મેગા ડિમોલેશન પૂર્ણતાના આરે પહોંચ્યું છે. આજે ત્રીજા દિવસે પણ દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી હતી. યાત્રાધામ હર્ષદ ખાતે 3 દિવસથી સતત ચાલી રહેલું મેગા ડિમોલિશનનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે.

પોલીસ તેમજ રેવન્યુ વિભાગની મહેનતને ખબુજ સુંદર સફળતા મળી

આજે ત્રીજા દિવસે દબાણો તોડી તંત્ર દ્વારા કાટમાળ ઉપડવાની પ્રકિયા હાથ ધરાઈ છે. હર્ષદ બંદર પરનું ગેર કાયદેસર બાંધકામ દૂર થતાં હર્ષદનો દરિયાઈ વિસ્તારમાં કાટમાળ સાથેઆસપાસ ખુલ્લું વિશાળ મેદાન જોવા મળ્યું છે. જેમાં પોલીસ તેમજ રેવન્યુ વિભાગની મહેનતને ખબુજ સુંદર સફળતા મળી છે. શાંતિપૂર્ણ રીતે ત્રણ દિવસથી આ મેગા ડિમોલેશન ચાલુ છે જેમાં મોટાભાગનું દબાણ દૂર કરી દેવાયું છે.

800 પોલીસ સ્ટાફ આ મેગા ડિમોલેશનમાં કામે લાગ્યો

હર્ષદ ખાતે ગેરકાયદેસર 239 સ્થળો પર બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં 186 રેસીડેન્ટ અને 56 કોમર્શિયલ તેમજ 4 ધાર્મિક દબાણો દૂર કરી દેવાયા છે. તથા 4 કરોડથી વધુ કિંમતની જમીન પરના દબાણો દૂર કરી દેવાયા છે. તેમજ આશરે 9 લાખ ચોરસ ફૂટ જમીન પર દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મેગા ડિમોલેશનમાં રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બે ડિવાયએસપી અને 800 પોલીસ સ્ટાફ આ મેગા ડિમોલેશનમાં કામે લાગ્યો હતો.

તંત્ર દ્વારા કાટમાળ ઉપડવાની પ્રકિયા હાથ ધરાઈ

તંત્ર દ્વારા કાટમાળ ઉપડવાની પ્રકિયા હાથ ધરાઈ છે. જેમાં હર્ષદ બંદર પરનું ગેર કાયદેસર બાંધકામ દૂર થતાં હર્ષદનો દરિયાઈ વિસ્તાર આસ પાસ ખુલ્લું વિશાળ મેદાન જોવા મળ્યુ છે. જેમાં પોલીસ તેમજ રેવન્યુ વિભાગની મહેનતને ખબુજ સુંદર સફળતા મળી છે. 

  • Follow us on: