લાખો લોકોના આસ્થાના અખૂટ સાગર સમાન દ્વારકા ખાતે દર વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લાખો ભક્તો આવતા હોય છે. ભગવાનના દરબારમાં સોના-ચાંદીના આભૂષણો અને રોકડ સહિતની મોંઘામુલી ભેટ સોગાત પણ ધરતા હોય છે. જેના ભાગરૂપે આજે માંજલપુરથી દ્વારકા પગપાળા સંઘે ભગવાન દ્વારકાધીશને 330 ગ્રામનો સોના-હીરા જડિત મુકુટ સહિત અર્પણ કરવામાં આવ્યા છે. આ સાથે મહિલામંડળે ચાંદીના 1 હજાર ગ્રામના ઢીંચણ પણ અર્પણ કર્યા છે.
મળતી માહિતી મુજબ, જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને સોનાનો હીરાજડિત મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. શ્રીજીનાં પરમ ભક્ત વૈષ્ણવ માંજલપુર વડોદરાથી દ્વારકા પગ પાળા સંધ દ્વારા ભગવાન દ્વારિકાધીશને હીરાજડિત સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. ભગવાન દ્વારકાધીશ પર અટુત શ્રધ્ધા આસ્થા ધરાવતાં ભક્તો દ્વારા અંદાજે 330 ગ્રામ સોનાનો હીરાજડિત મુકુટ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે.
તુલસી વિવાહના પવિત્ર દીવસે ભગવાન દ્વારકાધીશના પરંમ વૈષ્ણવ વિષ્ણુ સહસ્ત્ર પાઠ મહિલા મંડળ દ્વારા ચાંદીના ઢીંચણ અર્પણ કરવામાં આવ્યા છે. મહિલા મંડળ દ્વારા ભગવાન દ્વારકાધીશને ચાંદીના અંદાજે 1000 ગ્રામ ઢીંચણ અર્પણ કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવતા ભક્ત દ્વારા ભક્તિભાવ સાથે હીરા જડિત સોનાની નવ રત્નોથી જડિત મુકુટ અને ચાંદીના ઢીંચણ દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરીને ભક્તે ધન્યતા અનુભવી હતી.









