• મોદી સાહેબે દ્વારકા આવીને કર્યું દ્રારકા બ્રિજનું ઉદ્ધાટન
  • મોદી સાહેબે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો
  • દરિયામાં ઉતરી ભગવાન કૃષ્ણની નગરીને પીએમએ નિહાળી

દ્વારકામાં આજે સી.આર.પાટીલે એક કાર્યક્રમમાં હાજરી આપી. જેમાં તેઓએ વિકાસની રાજનીતિને મહત્ત્વ આપ્યું હતું અને સાથે જ પીએમ મોદીએ કરેલા કામોને પણ ગણાવ્યા હતા.  તો જાણો આ કાર્યક્રમમાં સી. આર. પાટીલે શું કહ્યું.

વિકાસના કામોને પાટીલે ગણાવ્યા

[[$googlead]]

કાર્યક્રમમાં સી.આર.પાટીલે મોદી સરકારે કરેલા વિકાસને ગણાવ્યો. તેઓએ કહ્યું કે પીએમએ રાજકોટને એઈમ્સની ભેટ આપી છે. આ સાથે મોદી સાહેબે દ્વારકા આવીને દ્રારકા બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. તેઓએ સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપ્યો છે. આ સાથે જ તેઓએ અહીં દરિયામાં ઉતરી ભગવાન કૃષ્ણની નગરીને પીએમએ નિહાળી હતી.

[[$alsoread]]

કોંગ્રેસે અધૂરા મૂકેલા કામો અમે પૂરા કર્યાઃ પાટીલ

તેઓએ કાર્યક્રમમાં કહયું કે વિકાસની લોકોની અપેક્ષાઓ અમે પૂરી કરી છે. મોદીસાહેબે રાજકોટને એઇમ્સની ભેટ આપી છે. આ સિવાય દરેક પ્રકારની કનેક્ટિવિટી મોદી સાહેબે ઉભી કરી છે. તેઓએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ કરી ઇતિહાસ રચ્યો છે. 

  • Follow us on: