દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં સરકારી હોસ્પિટલમાં ઓપરેશન બંધ થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા 25 દિવસથી ઓર્થોપેડિક ઓપરેશન બંધ છે. હાડકાના ઓપરેશન માટે આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા 25 દિવસથી જામ ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડીકના ઓપરેશનો બંધ છે. આઇઆઇ ટીવી મશીન ખરાબ થતા હાડકાના ઓપરેશન માટે આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક માસ વિતવા આવ્યો છતા હોસ્પિટલ તંત્ર દ્વારા રિપેરિંગ નથી કરાવાયું. હાડકાના મેજર ઓપરેશન બંધ હોવા છતા હોસ્પિટલ તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું. ઓર્થોપેડીક ઓપરેશન માટેનું જરૂરી મશીન ખરાબ હોવાથી દર્દીઓની હાલત દયનિય બની છે. હાડકાના મેજર ઓપરેશન માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા દર્દીઓ મજબુર બન્યા છે.













