સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો સ્થાનિક સ્તરે સક્રિય થયા છે. ચૂંટણીને લઈને કોંગ્રેસ, આપ સહિત ભાજપ પણ સક્રિય થયું છે. ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય ખાતે ધારાસભ્યો દ્વારા તેમજ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ પૂર્વ નગરપાલિકાના સદસ્યો વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી રહ્યા છે. આ સમયે દ્વારકા mla ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. 


[[$googlead]]

MLA પબુભા માણેકની આગેવાનીમાં બેઠક મળી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પાલિકાઓની ચૂંટણીના બ્યુન્ગલ ફૂંકાઈ ગયા છે. ત્યારે નગર પાલિકા ચૂંટણી જાહેર થતા દ્વારકા ખાતે સર્વે સમાજની મીટીંગ યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવી છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં પટેલ સમાજ વાડી ખાતે સર્વે સમાજની મીટીંગ મળી હતી.

[[$alsoread]]

ભાજપની પેનલને જીતાડવા ધારાસભ્યની અપીલ

આગામી નગર પાલિકા ચૂંટણીમાં જંગી બહુમતીથી ભાજપ પેનલને જીતાડી વિકાસમાં સહભાગી બનવા પાબુભાએ અપીલ કરી હતી. નગરજનો પણ ધારાસભ્ય પબુભા માણેકની અપીલને સમર્થન આપ્યું. ત્યારે દ્વારકા નગર પાલિકા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા પ્રથમ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.



  • Follow us on: