યાત્રાધામ દ્વારકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગોમતી નદીમાં બે લોકોના ડૂબવાથી મોત થયા હોવાની માહિતી સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ગઈકાલે ગોમતી નદીમાં બે લોકો ડૂબી જવાથી લાપતા થયા હતા. ભારે જહેમતે બે લોકોનાં મૃતદેહ દરિયા વિસ્તારમાંથી મળ્યા હતા. નગરપાલિકાના ફાયર જવાનોએ મૃતદેહોને શોધી કાઢ્યા હતા.

ભારે જહેમતે બેના મૃતદેહ દરિયા વિસ્તારમાંથી મળ્યા

દ્વારકામાં ગઈકાલે ગોમતી નદીમાં બે લોકો ડૂબી જવાથી લાપતા થયા હતા. આજરોજ વહેલી સવારે અંદાજિત 07:00થી 7:30 વાગ્યાની વચ્ચે બંને લોકોને ડેડબોડી દરિયા વિસ્તારમાંથી મળી આવી હતી. દ્વારકા નગરપાલિકાના ફાયર જવાનોની ટીમ ગોમતીને દરિયા કિનારે દિવસ-રાત લાપતા યુવકોને શોધી આજે ડેડબોડી બહાર લઈ આવવામાં સફળતા મળી હતી.

દ્વારકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

દ્વારકામાં આવેલ ગોમતી નદી સામે પંચકોઈ વિસ્તારમાં આવેલ દરિયાકિનારે બંને લાપતા યુવકોને ડેડબોડી નગરપાલિકાના ફાયરો જવાનો દ્વારા બહાર લેવામાં આવી હતી. બંને ડેડબોડીને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. સાથે જ વધુ તપાસ માટે દ્વારકા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

  • Follow us on: