સુરતમાં જળ સંચય જનભાગીદારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જળ સંચયના 27,300 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે,આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મુકેશ પટેલ અને હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા,મોરા ગામની ધાર્મિક ભૂમિ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.


[[$googlead]]

કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન

આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે,કેચ ધ રેન PM નરેન્દ્ર મોદીનો વિચાર છે, આવતા વર્ષે આપડે કરોડો લીટર પાણી બચાવીશું,એક અપીલ એ પણ કરવામાં આવી કે ખાનગી કંપનીઓ પણ આ કામગીરીમાં જોડાય,સી.આર.પાટીલને લઈ હર્ષ સંઘવીએ કહ્યું કે, પાટીલે માત્ર બેઠકો નહીં ગ્રાઉન્ડ પર જઈ કામ કર્યું છે.

[[$alsoread]]

કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી. રાજ્યભરમાં 80,000થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝો, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે.

 

  • Follow us on: