• રૂ. 500 કરોડથી વધુના મની લોન્ડરિંગનો પર્દાફાશ
  • ઓછી કિંમતના લેબગ્રોન હીરાને કુદરતી હીરા બતાવ્યા
  • કુદરતી હીરા તરીકે બતાવી મની લોન્ડરિંગ કરાયું
રાજયમાં ફરી એકવાર ED શક્રિય બન્યું છે અને તેમાં જ્વેલર્સ અને હીરા વેપારીઓ પર તવાઈ આવી રહી છે. જેમાં હવે સુરતના શરણમ્ જ્વેલર્સ ઉપર EDના દરોડા પડ્યા છે. રૂ. 500 કરોડથી વધુના મની લોન્ડરિંગનો પર્દાફાશ કર્યો છે. હોંગકોંગના કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો છે.

છેલ્લા થોડાં સમયથી જ્વેલર્સ અને હીરા વિપારીઓ પર ED ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ હીરા વેપારી દ્વાર રૂ. 5000 કરોડ વિદેશ સગેવગે કર્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. સુરતના સચીન સ્થિત સેઝમાં EDની એન્ટ્રી થઈ છે. જેમાં ભારતમાં લેબગ્રોન હીરાનું નિકાસ બતાવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

એટલું જ નહીં ઓછી કિંમતના લેબગ્રોન હીરાને કુદરતી હીરા બતાવ્યા હોવાની પણ માહિતી આવી રહી છે. જેમાં કુદરતી હીરા તરીકે બતાવી મની લોન્ડરિંગ કરાયું હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં જવેલર્સના પ્રમોટર્સની UAE, અમદાવાદમાં પણ ઓફિસ હોવાની પણ તપાસ દરમિયાન માહિતી મળી રહી છે.

આ સાથે જ રૂ. 2,284 કરોડના શંકાસ્પદ પુરાવા મળી આવ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ 2 વર્ષમાં રૂ. 3700 કરોડની આયાત, નિકાસ કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. જેના અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વિદેશમાં પણ ફંડીગ અને નિકાસ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 
  • Follow us on: