• હવાલાથી નાણા વિદેશ મોકલ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

  • એક કરોડથી વધુની રોકડ રકમ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી
  • તપાસમાં એક આંગડીયા પેઢીમાંથી રોકડા 75 લાખ જપ્ત

ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા ફોરેક્સ ટ્રેડીંગમાં આરબીઆઇના નિયમોનુ ઉલ્લંઘન કરીને હવાલાથી નાંણા વિદેશ મોકલ્યા હોવાના આધારે સાત જગ્યા પર ઇડી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ તપાસમાં એક કરોડથી વધુની રકમ જપ્ત પણ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

ડુમસ રોડ પર આવેલા ધ મોન્ટેસામાં આવેલા ઓજસ્વી ફાઉન્ડેશન ફાયનાન્સ, એજ્યુકેશન, ફોરેક્સ ટ્રેડીંગ, ટ્રાવેલ, એન્ટરટેઇનમેન્ટ તથા હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા ઘણા સમયથી ફોરેક્સ ટ્રેડીંગની આડમાં હવાલાથી નાંણા વિદેશ મોકલતા હોવાનુ ઇડીને ધ્યાને આવ્યુ હતુ.

એચવી અને પીએમ આંગડિયા પેઢીમાં પણ તપાસ

ઓજસ્વી ફાઉન્ડેશનના કર્તાહર્તાઓએ હવાલાથી નાંણા મોકલવા માટે શહેરની બે આંગડીયા પેઢીની મદદ લીધી હોવાનુ બહાર આવ્યુ છે. તેમાં એચવી અને પીએમ આંગડીયા પેઢીના નામ ખુલતા ઇડીએ આ બંને પેઢીમાં પણ તપાસ કરી હતી. તપાસમાં એક આંગડીયા પેઢીમાંથી રોકડા 75 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. આ નાંણા ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ વિદેશ મોકલવા માટે આપ્યા હોવાની આશંકાના આધારે ઇડીએ હાલ તો રોકડ રકમ જપ્ત કરીને નાંણા કયાંથી આવ્યા અને કોને મોકલવાના છે તેની તપાસ શરુ કરી છે. જેથી આગામી દિવસોમાં આ પ્રકરણમાં કેટલાક અન્ય લોકોના પણ નામ ખુલવાની શકયતા રહેલી છે.


  • Follow us on: