• ચૂંટણી પંચ દ્વારા દરેક બુથ પર કરાશે વિશેષ વ્યવસ્થા

  • અમદાવાદ જિલ્લામાં ગરમીને લઈ વિશેષ વ્યવસ્થા કરાશે
  • 770 કુલર, મંડપ, પાણી સહિતની વિશેષ વ્યવસ્થા કરાશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે અને કુદરતનો કહેર પણ હિટવેવના સ્વરૂપમાં વધી રહ્યો ત્યારે ચૂંટણી પંચ સહિત રાજકીય પક્ષો પણ મતદાનને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પંચે કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો ન થાય તે માટે એક્શન પ્લાન બનાવી દીધો છે.

લોકસભાની ચૂંટણીમાં બપોરના સમયે મતદારોને ગરમીથી રક્ષણ મળી તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા દરેક બુથ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. જેના ભાગરૂપે તમામ મતદાન મથકો પર કુલ 770 કુલર, મંડપ,પાણી સહિતની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

[[$googlead]]

તો સાથે સાથે, અમદાવાદ જીલ્લાના મતદાન મથકો પર અઢી હજાર વહીલચેરની વ્યવસ્થા પણ રાખવા આવશે જેથી વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને તકલીફ ન પડે. તો સાથે સાથે, મતદારોને ગરમીના પ્રકોપથી રક્ષણ અપાવવા ORS, મેડિકલ ટીમો પણ પોલિંગ બુથ પર હાજર રહેશે. વધુમાં, મતદાન અવશ્ય કરવા ચૂંટણી અધિકારીએ જનતાને અપીલ પણ કરી છે.

[[$alsoread]]


  • Follow us on: