- પ્રમુખ,2 ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહીત પાંચ હોદ્દેદારોની ચૂંટણી યોજાશે
- સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી કાયમી રસાકસીભરી રહે છે
- તા. 4થી ડીસેમ્બરથી ફોર્મનું વિતરણ શરૂ થશે
સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી કાયમ રસાકસીભરી રહે છે. ત્યારે વર્ષ 2024 માટેના હોદ્દેદારોની ચૂંટણી તા. 22મી ડીસેમ્બરે જાહેર થઈ છે. જેમાં પ્રમુખ, 2 ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ મતદાન કરશે. ચૂંટણીમાં ફોર્મનું વિતરણ તા. 4 ડીસેમ્બરથી શરૂ થનાર છે.
ગુજરાત રાજય બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2024 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી તા. 22મી ડીસેમ્બરે યોજાનાર છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની દર વર્ષે યોજાતી ચૂંટણી ભારે રસાકસીભરી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતા અત્યારથી જ ઉમેદવારો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે નરેન્દ્રસીંહ સરવૈયા અને સહ ચૂંટણી અધિકારી તરીકે વિનયકુમાર રાઠોડને મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 360થી વધુ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા. 22મીએ વર્ષ 2024 માટેના પ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, પુરૂષ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીના પદના ઉમેદવારો માટે મતદાન કરશે. વકીલ મંડળની ચૂંટણીમાં તા. 4થી ડીસેમ્બરથી ફોર્મ વિતરણની શરૂઆત થનાર છે અને આગામી તા. 22 ડીસેમ્બરના રોજ સવારે 11થી સાંજના 4 કલાક સુધી મતદાનની કાર્યવાહી ચાલશે.










