• સેશન્સ કોર્ટના 1,872 વકીલ સભ્યો 22મીની ચૂંટણીમાં ભાગ લેશે

  • અમદાવાદ બાર એસો.ના સેક્રેટરી માટે મિહિર લાખિયા સહિતના ઉમેદવારો
  • અમદાવાદ બાર એસોસિયેશનની ચૂંટણી પૂરેપૂરી જોશમાં ચાલી રહેલ છે

ગુજરાતભરના 272 થી વધુ વકીલ એસોસિયેશનમાં 22મી ડિસેમ્બરના રોજ ચૂંટણીઓ યોજવાની જાહેરાતના પગલે અમદાવાદના ચાર મોટા બાર એસોસિયેશનમાં પણ ચૂંટણી યોજાવાની છે. જેમાં અમદાવાદ બાર એસોસિયેશન સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ ખાતે આવેલ છે. જ્યાં 1872 સભ્યો છે, એજ પ્રમાણે મેટ્રો કોર્ટમાં ક્રિમિનલ બાર એસોસિયેશન છે, તે જ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ડિસ્ટ્રિક બાર એસોસિયેશન છે અને ગુજરાત હાઇકોર્ટમાં હાઇકોર્ટ બહાર એસોસિયેશન આવેલ છે. જે તમામ બાર એસોસિયેશનની ચૂંટણીઓના પગલે પ્રચાર અને પ્રસાર વકીલો પૂરેપૂરો જોશમાં કરી રહ્યા છે અને સભ્યોના ટેબલે ટેબલે ફરીને વોટ માંગી રહ્યા છે.

અમદાવાદ બાર એસોસિયેશનના હાલના જોઈન્ટ સેક્રેટરી મિહિરભાઈ લાખિયા સાથે વાતચીત કરતા જાણવા મળેલ છે કે અમદાવાદ બાર એસોસિયેશનની ચૂંટણી પૂરેપૂરી જોશમાં ચાલી રહેલ છે અને દરેક કોર્ટમાં પોતાના આગવા ઇસ્યુ હોય છે અને સભ્યોના પણ પોતાના ઇસ્યુ હોય છે જે ધ્યાનમાં લેતા દરેક મતદાર વકીલ મિત્રો મત આપે છે. અને હાલમાં મિહિર લાખિયા તેઓએ અમદાવાદ બાર એસોસિયેશનના સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવેલ છે અને તેમની સાથે બીજા ઉમેદવારો પણ લડી રહેલ છે અને અમદાવાદ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે જગતભાઈ ચોકસી તથા તેમની સામે પરાગભાઈ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે.


  • Follow us on: