• ટેક્સટાઈલ માર્કેટમાં માલ-સામાનની હેરફેર, દિવ્યાંગો સહિત અનેક રોબોટ ઉપયોગી
  • કંઈ નવુ કરવાના ધ્યેય સાથે દોઢ મહિનાની મહેનત બાદ બનાવ્યો અનોખો રોબોટ
  • એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બનાવ્યો રસ્તા પર ચલાવી શકાય તેવો રોબોટ

એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા શહેરના વિદ્યાર્થી મિત્રોએ ભેગા મળીને હ્યુમન રોબોટ બનાવ્યો છે. આ રોબોટનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વ્યક્તિને બેસાડીને હરી-ફરી શકતા આ હ્યુમન રોબોટને રસ્તા પર જોવા માટે લોકો પણ ઉત્સુકતાથી એકઠા થઈ રહ્યા છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતા સંગમ મિશ્રા બી.ટેકમાં અભ્યાસ કરી રહ્યા છે. બી.ટેકના શિવમ મોર્યા, ડિપ્લોમા મેકેનિકલના વિદ્યાર્થી શુભમ મોર્યા અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતા શીવા સિંહ આ ત્રણેય સંગમ મિશ્રાના મિત્ર છે. ઘણા વર્ષોથી તેઓ સાથે મળીને અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ત્યારે દોઢ મહિના પહેલા તમામે નક્કી કર્યું હતું કે, કંઈ નવું કરવું છે, જેનાથી લોકોને તેમના જીવન કાર્યમાં સરળતા રહે. આ ધ્યેય લઈને ચારેય વિદ્યાર્થીઓ સંશોધન કરી રહ્યા હતા. દોઢ મહિનાની મહેનત-લગનથી હ્યુમન રોબોટ બનાવવામાં આવ્યો હતો. આ ક્રિએટીવ હ્યુમન રોબોટને રસ્તા પર ઉતારતા લોકો ઉત્સુકતાથી જોવા માટે એકઠા થઈ રહ્યા છે. જેનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

[[$googlead]]

વિદ્યાર્થીઓએ બનાવેલ આ રોબોટને લોકોનો સોશયલ મીડિયામાં અટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે અંગે સંગમ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમને સ્વપ્નમાં પણ અંદાજો નહતો કે, આ હ્યુમન રોબોટને અટલો સારો પ્રતિસાદ મળશે. સારા વિચાર અને મહેનતથી અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. આ હ્યુમન રોબોટ ટેક્સટાઈલ માર્કેટમાં માલ-સામાનની હેરફેર, બાળકોને હરવા-ફરવા માટે અને દિવ્યાંગોના ઉપયોગમાં આવી શકે તેમ છે.

[[$alsoread]]



  • Follow us on: