ગુજરાતમાં ઉનાળાની ભારે ગરમી વચ્ચે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો.વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. કમળો અને ટાઈફોઈડ સહિતના કેસોમાં વધારો છે. સાથે જ આ સપ્તાહમાં તાવ,ઉલટી અને ઝાડાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે.


મચ્છરજન્ય રોગચાળાએ મુકી માજા

રાજકોટવાસીઓ રોગચાળાની ઝપેટમાં આવ્યા છે. રાજયભરમાં ભારે વરસાદ બાદ રંગીલા રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે અને ડેન્ગ્યુ,મલેરીયા,તાવ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના અનેક કેસો સામે આવ્યા છે. સાથે જ રાજકોટમાં કમળાના રોગચાળાના આંકડાએ હાહાકાર મચાવ્યો છે તે સાંભળીને લોકો પણ ચિંતામાં મુકાયા છે.

રાજકોટવાસીઓ રોગચાળાથી ચિંતામાં મુકાયા

શહેરમાં કમળો, ટાઈફોઈડ, તાવ, ઝાડા અને ઉલટી સહિતના કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાયા છે.નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં રોગચાળો વકરતા કમળા અને તાવના 7 કેસ, ટાઈફોઈડના નવા 2 કેસ અને કમળાના કુલ 37 દર્દી નોંધાયા છે. સાથે જ મેલેરિયાના ૩ અને ડેન્ગ્યુના 13 અને ચિકનગુનિયાના 5 દર્દીઓ હોવાનું સામે આવ્ચુ છે.


  • Follow us on: