• બાળકીની તબિયત બગડતા સિવિલ ખસેડાઈ હતી
  • સારવાર મળે તે પહેલા બાળકીનું મોત નીપજ્યું
  • શહેરમાં આંખનો રોગચાળો પણ વકર્યો છે

સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં પાંડેસરામાં ઝાડાઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત થયુ છે. બાળકીની તબિયત બગડતા સિવિલ ખસેડાઈ હતી. તેમાં સારવાર મળે તે પહેલા બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

બાળકીની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊચક્યું છે. જેમાં પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જેમાં સારવાર મળે તે પહેલા બાળકીનું મોત નીપજ્યું છે. વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમજ શહેરમાં આંખનો રોગચાળો વકર્યો છે. કન્જક્ટિવાઇટિસનાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. 10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે. પ્રતિ દિવસ આંખ આવવાના 300થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં બાળકોમાં ચેપનું પ્રમાણ વધુ છે, શાળાઓમાં વર્ગદીઠ 5થી 7 કેસ આવી રહ્યા છે. આંખનો રોગચાળો વધવાથી આંખની દવાની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. છેલ્લા એક પખવાડિયાથી કન્જક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. સિઝનમાં 25થી 30 કરોડની દવા વેચાવાનો અંદાજ છે.

ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો

ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો જોવા મળે છે. એડીનોવાઈરસ, ઇકો વાઈરસ, કોકાઈ વાઈરસ અને ફ્લૂ જેવા ઘણા વાઈરસથી કન્જક્ટીવાઈટીસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ કન્જક્ટિવાઇટિસના કેસ વધ્યા છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જોતા ‘એડીનો વાઈરસ’ના ચેપને કારણે કન્જક્ટીવાઈટીસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે. ‘એડીનો વાઈરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ થાય છે. 

  • Follow us on: