• પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
  • મોટી સંખ્યામાં રાજકોટના સંમેલનમાં ઉમટવા કરી હાંકલ
  • આવનારી પેઢી યાદ કરે એમ ક્ષત્રિય સમાજ લડત કરે: વિશ્વાબા

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં હવે વિદેશથી પણ ક્ષત્રિય સમાજના લોકો વીડિયો જાહેર કરી પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે મેલબોર્નથી ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વાબા ઝાલાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વાબા ઝાલાએ આહ્વાન કર્યું છે કે મોટી સંખ્યામાં રાજકોટના સંમેલનમાં હાજર રહેવુ જોઇએ. જેમાં આવનારી પેઢી યાદ કરે એમ ક્ષત્રિય સમાજ લડત કરે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી વિશ્વાબા ઝાલાએ રાજકોટના સંમેલનમાં ઉમટી પડવા હાંકલ કરી

[[$googlead]]

ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ઉમટી પડવા માટે ઓસ્ટ્રેલિયાથી ક્ષત્રિય સમાજના દીકરી વિશ્વબા ઝાલાનું આહ્વાન સામે આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી વિશ્વાબા ઝાલાએ રાજકોટના સંમેલનમાં ઉમટી પડવા હાંકલ કરી છે. તેમજ વિશ્વાબા ઝાલાએ પરશોત્તમ રૂપાલા પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ માત્ર ગુજરાતમાં જ નહીં વિશ્વના અલગ અલગ દેશોમાં રહેતા ક્ષત્રિય સમાજના બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. તેમાં વિશ્વાબા ઝાલાએ કહ્યું આવનારી પેઢી પણ યાદ કરે તે રીતે ક્ષત્રિય સમાજના યુવાનો અને બહેનો લડત કરે.

[[$alsoread]]

રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે

રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં રતનપરમાં સાંજે 4થી રાત્રે 8 વાગ્યા સુધી મહાસંમેલન યોજાશે. તેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન છે. તેમજ ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી મળી છે. તથા રમજુભા જાડેજાએ પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી. રાજ્યભરમાંથી 50000 ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે.


  • Follow us on: