અમદાવાદમાં ડમ્પરો બેફામ બની ગયા છે,અમદાવાદમાં ડમ્પર અકસ્માત સર્જે એમાં કોઈ નવાઈ નથી,ત્યારે આ વખતે ડમ્પરે પોલીસની સરકારી કારનો કચ્ચરગાણ કાઢી નાખ્યો છે,ટ્રાફિક PIની ગાડીનો ડમ્પરે કચ્ચરઘાણ કાઢયો છે જેમાં કાલુપુર પાણીની ટાંકી પાસે PIની ગાડીને ડમ્પરે અકસ્માત સર્જયો છે,રામદેવ કાર્ટિંગ લખેલા ડમ્પરે આ અકસ્માત સર્જયો છે,પોલીસે ડમ્પર ચાલક રમેશ કટારાની કરી ધરપકડ.


[[$googlead]]

કાલુપુરમાં ડમ્પર ચાલકે સર્જયો અકસ્માત

કાલુપુરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે જેમાં અમદાવાદમાં બેફામ ફરતા ડમ્ફર હવે સરકારી ગાડીઓ માટે પણ માથાના દુખાવા સમાન બન્યો છે.પુર ઝડપે આવતા ડમ્પરે પોલીસની સરકારી ગાડી સાથે અકસ્માત કર્યો છે જેના કારણે સરકારી ગાડીના આગળના ભાગે નુકસાન થયું છે,તો હાલમાં અમદાવાદ MT સેક્શનનાં અધિકારીઓએ અકસ્માત અંગે નિરીક્ષણ કરી રીપોર્ટ પણ તૈયાર કર્યો છે.

[[$alsoread]]

રામદેવ કાર્ટિંગ લખેલા ડમ્પરે મોડી રાત્રે કર્યો અકસ્માત

આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો જેમાં ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,સાથે સાથે પોલીસે આરોપી અલ્પેશ કટારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,પોલીસની કારને નુકસાન થયું છે પરંતુ આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી,ત્યારે આગામી સમયમાં શહેરમાં ડમ્પરોના ત્રાસ અને અકસ્માતને લઈ કઈ રીતે નિવારણ લાવી શકાય તેને લઈ ગુજરાત પોલીસે ચોક્કસથી વિચારણા કરવાની જરૂર છે,કેમકે ડમ્પરના અકસ્માતના કારણે માણસ અને વાહન બન્નેને ભારે નુકસાન થાય છે.

સનાથલ સર્કલ પાસે પણ ડમ્પરે બે વ્યકિતને લીધા અડફેટે

સાણંદના સનાથલ સર્કલ પાસે ફરી એક વખત અકસ્માતની ઘટના સર્જાઈ છે, નોકરી પરથી પરત ઘરે જતાં બાઇક ચાલકને પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારતા બે લોકોને ઇજા થઈ હતી. બનાવ અંગે ચાંગોદર પોલીસમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ ઉજાલા બ્રીજ પાસે રહેતા અને મૂળ મહીસાગરના નામ 21 વર્ષીય મહેશકુમાર વજાભાઈ ચૌહાણ ચાંગોદર તાજપુર રોડ ખાતે આવેલી સાવાસ કંપનીમાં કામ કરે છે. 

  • Follow us on: