• AMCએ બ્રિજ તોડી નવો બનાવવાનું ડેન્ડર બહાર પાડ્યું
  • અગાઉ કેટલાક સ્પાન તોડીને રિપેરિંગ કરવાનો હતો નિર્ણય
  • AMCએ 51.70 કરોડના અંદાજ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું

અમદાવાદ વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અગાઉ બ્રિજને રિપેરિંગ કરવાની વાત હતી જ્યાં હવે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે AMCએ બ્રિજ તોડી નવો બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેના માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

[[$googlead]]

[[$alsoread]]

છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં ફસાયેલા AMC દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજના અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિપેરીંગ ટેન્ડરના 2 પ્રયત્નો બાદ પણ એકેય કોન્ટ્રક્ટરે રિપેરીંગ માટે રસ દાખવ્યો ન હતો. જેના કારણે હવે તોડી નાખીને નવો બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું છે.


બ્રિજની ડિઝાઈન અને બાંધકામ એક જ એજન્સી કરશે

આ વખતે હાટકેશ્વર બ્રિજ માટે ડિઝાઇન, બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટર કરશે. જે અગાઉ ડિઝાઇન, બાંધકામ અલગ અલગ એજન્સીઓ કરતી હતી. આ ઉપરાંત અગાઉ કેટલાક સ્પાન તોડીને રીપેરીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે સંપૂર્ણ બ્રિજ જ તોડીને બનાવવામાં આવશે. આ માટે AMCએ 51.70 કરોડના અંદાજ સાથેનું ટેન્ડર બહાર પાડ્યું છે.

બ્રિજ 44 કરોડના ખર્ચે બન્યો હતો 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આશરે 44 કરોડના ખર્ચે બંધાયેલો હાટકેશ્વર બ્રિજ જે 50 કરતાં વધુ વર્ષો સુધી ચાલવાનો હતો તેને ચાર જ વર્ષમાં તોડવાનો વારો આવ્યો જેના કારણે મ્યુનિ.ના અને સરકારના રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ ખાતાના વહિવટને નામોશીનો કાળો ડાઘ લાગ્યો હતો. આ કોન્ટ્રાક્ટર દ્વારા બંધાઈ રહેલાં પલ્લવ બ્રિજમાં 26 કરોડનો ભાવવધારો ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

  • Follow us on: